
Vadodara Is Great નામના ફેસબુક પેજ દ્વારા 30 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, વડોદરા હાલોલ રોડ પર આવેલી સર્વોત્તમ હોટેલ ખાતા પહેલા આ વિડીયો જોઈ લેજો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વડોદરા-હાલેલ હાઈવે પર આવેલી સર્વોત્તમ હોટલનો છે. આ પોસ્ટને 318 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 32 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 381 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વડોદરા-હાલેલ હાઈવે પર આવેલી સર્વોત્તમ હોટલનો છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ABP Asmita દ્વારા 1 જુલાઈ, 2020 ના રોજ પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથે પ્રસારિત કરવામાં આવેલા એખ સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, બનાસકાંઠા જિલ્લાના થરાદ-સાંચોર હાઈવે પર આવેલી હોટલ સર્વોત્તમમાં વપરાતા ચણામાં જીવાત મળી આવી હતી.
આજ માહિતી સાથેના સમાચાર અમને દિવ્ય ભાસ્કર દ્વારા પણ 1 જુલાઈ, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે વડોદરા-હાલોલ હાઈવે પર આવેલી હોટલ સર્વોત્તમના માલિક મંહંમદઅલી સાથે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “સાંજે 5 વાગ્યાતી માંડીને રાત્રે 11 વાગ્યા સુધી અમારા માણસો ફોન પર લોકોને જવાબ આપવામાં જ વ્યસ્ત હતા. તેમજ આ વીડિયો અમારી હોટલનો નહીં પરંતુ થરાદ-સાંચોર હાઈવે પર આવેલી સર્વોત્તમ હોટલનો છે.”
વધુમાં અમને હાલોલની સર્વોત્તમ હોટલના ફેસબુક પેજ પર પણ આ માહિતી ખોટી હોવાનું જણાવવામાં આવ્યું હતું. જે તમે નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વડોદરા-હાલોલ હાઈવે પર આવેલી હોટલ સર્વોત્તમનો નહીં પરંતુ થરાદ-સાંચોર હાઈવે પર આવેલી હોટલ સર્વોત્તમનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વડોદરા-હાલોલ હાઈવે પર આવેલી હોટલ સર્વોત્તમનો નહીં પરંતુ થરાદ-સાંચોર હાઈવે પર આવેલી હોટલ સર્વોત્તમનો છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વડોદરા-હાલોલ હાઈવે પર આવેલી સર્વોત્તમ હોટલનો છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
