
દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારો વચ્ચે સોશિયલ મીડિયા પર લાઈટીંગ સાથેના ટ્રેક્ટરોની રેલીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કિસાન આંદોલનની 26 મી જાન્યુઆરીના રોજ યોજાનારી પરેડની તૈયારીનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો આયર્લેન્ડ ખાતે ક્રિસમસની ઉજવણીના ભાગરુપે યોજાયેલી ટ્રેક્ટર રેલીનો છે. આ વીડિયોને ભારતમાં ચાલી રહેલા કિસાન આંદોલન સાથે કોઈ જ સંબંધ નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
उमेश जीवाणी નામના ફેસબુક યુઝર દ્વારા 22 જાન્યુઆરી, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, 26 જાન્યુઆરીએ #ટ્રેક્ટર અને #jcb પરેડની ફુલ તૈયારી જય કિસાન #किसानआंदोलन #iamwithfarmers #IStandWithFarmers. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કિસાન આંદોલનની 26 મી જાન્યુઆરીના રોજ યોજાનારી પરેડની તૈયારીનો આ વીડિયો છે.
Facebook Post | Archive | Video Archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના સ્ક્રીનશોટને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને Delta Agribusiness દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો 16 ડિસેમ્બર, 2020 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો આયર્લેન્ડ ખાતે યોજાયેલી વાર્ષિક ક્રિસમસ રેલીનો છે.
અમારી વધુ તપાસમાં અમને આયર્લેન્ડની સૌથી મોટા કૃષિ સમાચાર મીડિયા AgriLand.ie દ્વારા પણ 22 ડિસેમ્બર, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલો ટ્રેક્ટર રેલીનો વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં પણ આ વીડિયો આયર્લેન્ડ ખાતે ક્રિસમસની ઉજવણીના ભાગરુપે યોજાયેલી વાર્ષિક ટ્રેક્ટર રેલીનો હોવાની માહિતી આપવામાં આવી હતી.
આયર્લેન્ડ ખાતે યોજાયેલી ટ્રેક્ટર રેલીના અન્ય કેટલાક વીડિયો અને ફોટો તમે farmersjournal.ie પર પણ જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ , પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો આયર્લેન્ડ ખાતે ક્રિસમસની ઉજવણીના ભાગરુપે યોજાયેલી ટ્રેક્ટર રેલીનો છે. આ વીડિયોને ભારતમાં ચાલી રહેલા કિસાન આંદોલન સાથે કોઈ જ સંબંધ નથી.

Title:આયર્લેન્ડની ટ્રેક્ટર રેલીનો વીડિયો ખેડૂત આંદોલનની 26 મી જાન્યુઆરીની પરેડની તૈયારીના નામે વાયરલ…
Fact Check By: Vikas VyasResult: False
