
હાલ એક 30 સેકેન્ડનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં દોરી અથવા તારની જેમ ફરતી વસ્તુનો વિડિયો શેર કરવામાં આવી રહ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ શિવનાગ ઝાડની ડાળખી છે અને તેને કાપી લીધા બાદ તે 10 થી 15 દિવસ સુધી જીવીત રહે છે.
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે આ વિડિયો લાર્વાનો છે. જેને ઘોડાશેયર કહેવામાં આવે છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
હ્રદય ની શાયરી ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 ઓક્ટોબર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આ શિવનાગ ઝાડની ડાળખી છે અને તેને કાપી લીધા બાદ તે 10 થી 15 દિવસ સુધી જીવીત રહે છે.
FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ આ વિડિયોને કિફ્રેમથી સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, વિડિયો વિભિન્ન ભાષાઓમાં જૂદા-જૂદા સોશિયલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. યુટ્યુબ પર એક વિડિયોમાં ઘણા લોકોએ શિવનાગના ઝાડની ડાળીઓ હોવાનો ઈન્કાર કર્યો હતો. ઘણા લોકોએ કહ્યુ હતુ કે આ વિડિયો ઘોડાહી કૃમિનો છે.
ઉપરોક્ત પુરાવાનો આધારે અમે તપાસ કરતા શોધી કાઢ્યુ કે આ લાર્વા છે, જેને ઘોડાનો કિળો કહેવામાં આવે છે, તે ઘોડાના વાળ જેવો લાગે છે. આ લાર્વાનો એક વિડિયો એડોબ સ્ટોક ઈમેજ વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તમે નીચે તેનું પૂર્વાવલોકન જોઈ શકો છો.
ઘોડાનો કિડો શું છે.?
તે લાંબી અને પાતળી લાર્વા પરોપજીવી પ્રજાતિઓ છે. તેઓ નિશાચર, તીડ અને કોકરોચના મૃતદેહોમાં જઈને પોતાનું જીવન પસાર કરે છે. એકવાર શરીરમાં, તેઓ અંદરથી પ્રાણીઓને ખાવાનું શરૂ કરે છે. તેઓ તેમના મગજને પણ કાબૂમાં લે છે અને તેને પાણીમાં લાવે છે. એકવાર પાણીમાં, તેઓ પ્રાણીના શરીરમાંથી બહાર આવે છે.
ત્યારબાદ ફેક્ટક્રેસન્ડો મલ્યાલમ ટીમની મદદથી કેરળ યુનિવર્સિટીના એક્વાટિક બાયોલોજી અને ફિશરીઝ વિભાગના પ્રોફેસર બીજુ કુમારનો સંપર્ક કર્યો હતો.
વાયરલ વીડિયો જોયા પછી તેણે કહ્યું કે, “આ કોઈ પણ ઝાડની મૂળ નથી. આ લાર્વા છે. આ લાર્વા સામાન્ય રીતે પ્રાણીઓના પેટમાં જોવા મળે છે. પરંતુ, તેઓ પાણી અને જમીન પર પણ જીવી શકે છે. વિડિઓથી સ્પષ્ટ થઈ ગયું છે કે આ લાર્વા છે.“
શિવનાગ વૃક્ષ: એક દંતકથા
શિવનાગ વૃક્ષા નામના પ્લાન્ટ માટે ઇન્ટરનેટ પર શોધ કરતા કોઈ નક્કર માહિતી મળી ન હતી. ત્યારબાદ અમે કેરળના કૃષિ યુનિવર્સિટી, સુગંધિત અને ઔષ્ધીય છોડ સંશોધન કેન્દ્રના ડો.એની જોસેફનો સંપર્ક સાધ્યો હતો.
“મેં ક્યારેય શિવનાગ વૃક્ષ નામના પ્લાન્ટને જોયો નથી અથવા સાંભળ્યો નથી. વિડિયો જોઈને હું કહી શકું છું કે કોઈપણ ઝાડની મૂળ આ રીતે આગળ વધ શકતી નથી. કેટલાક વૃક્ષો સૂકા થવા માટે 10 થી 15 દિવસનો સમય લે છે. આવા કેટલાક દાખલા છે પણ તેમની મૂળમાં આ ફરક પડતો નથી.” ડો. જોસેફે સમજાવ્યું હતુ.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, જે વિડિયો શિવનાગના ઝાડની ડાળીઓના રૂપે વાયરલ થઈ રહ્યો છે તે ખરેખર લાર્વા છે જેનો નામ ઘોડાવીર વોર્મ છે. નિષ્ણાતો સમજાવે છે કે કોઈપણ ઝાડના મૂળ આ રીતે આગળ વધી શકતા નથી. તેથી, આ વિડિઓ સાથે કરવામાં આવેલો દાવો અસત્ય છે.

Title:શું ખરેખર શિવનાગ ઝાડની ડાળીઓનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: False
