નેપાળમાં થયેલા કરાના વરસાદનો વીડિયો છત્તીસગઢના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

‎‎Kevadiya Paresh નામના ફેસબુક યુઝર દ્વારા 28 એપ્રિલ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, છત્તીસગઢ માં કરા. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો છત્તીસગઢમાં પડેલા કરાના વરસાદનો છે. આ પોસ્ટને 11 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ 4 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.05.21-19_29_14.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો છત્તીસગઢમાં પડેલા કરાના વરસાદનો છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાંથી સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં મળેલા પરિણામોમાં અમને uk.news.yahoo.com નામની એક વેબસાઈટ પર 28 એપ્રિલ, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, નેપાળના ચિતવાનમાં કરાનો વરસાદ થયો હતો તેનો આ વીડિયો છે. આ સમાચાર તમે નીચે જોઈ શકો છો. 

screenshot-uk.news.yahoo.com-2020.05.21-19_45_22.png

Archive

આજ માહિતી સાથેનો અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. dailymotion.com

અમારી વધુ તપાસમાં અમે ઉપરનો વિડિઓ એક ટીકટોક યુઝર દિવાકર બારતૌલા (@diwakarbartaula) દ્વારા 18 એપ્રિલ, 2020 ના રોજ તેના ટીકટોક એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં નેપાળી ભાષામાં કેપ્શનમાં એવું લખવામાં આવ્યું છે કે, પબજી ગેમમાં શૂટિંગની જેમ જ આજે વરસાદ પડ્યો હતો. 

screenshot-marathi.factcrescendo.com-2020.05.21-19_59_23.png

Tiktok

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે ફેક્ટ ક્રેસેન્ડોએ દિવાકર બારતૌલાના મિત્રો અને સંબંધીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમણે અમને જણાવ્યું હતું કે, આ વીડિયો દિવાકરે જાતે શૂટ કર્યો હતો. ત્યારબાદ બે દિવસના અથાગ પ્રયત્નો પછી અમે દિવાકર બારતૌલાના સંપર્કમાં આવ્યા હતા. દિવાકરે અમને કહ્યું કે, તેણે જ આ વીડિયો શૂટ કર્યો છે.

વધુમાં દિવાકર બારતૌલાએ ફેક્ટ ક્રેસેન્ડોને જણાવ્યું હતું કે, મેં આ વીડિયો લીધો છે. હું ગડૌલી ગામનો રહેવાસી છું અને આ વીડિયો મારા મોબાઇલ પર મારા ખેતરમાં 18 એપ્રિલે લેવામાં આવ્યો હતો. અમારા ગામમાં તે દિવસે ભારે વરસાદ પડ્યો હતો.

પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તેના જ ખેતરનો છે તે સાબિત કરવા માટે, અમે તે પછી તેને ખેતરમાં જઇને જ્યાંથી વીડિયો વાયરલ થયો હતો ત્યાંથી બીજો વીડિયો શૂટ કરવાનું કહ્યું. તે મુજબ તેઓ ત્યાં ગયા અને અમને એક બીજો વીડિયો મોકલ્યો. તે વાયરલ વીડિયોમાં દેખાતા થાંભલા અને ઝાડ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. આટલું જ નહીં, પતરાનું ઘર પણ વીડિયોના અંતમાં જોઈ શકાય છે. આ પતરાઓ પર વરસાદ પડ્યો અને ગોળીબાર જેવો અવાજ આવ્યો. તમે નીચે દિવાકર બારતૌલા દ્વારા મોકલેલો વીડિયો જોઈ શકો છો.

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ભારતના છત્તીસગઢનો નહીં પરંતુ નેપાળના ચિતવાન જિલ્લાના ગડૌલી ગામમાં દિવાકર બારતૌલા નામના વ્યક્તિ દ્વારા લેવામાં આવ્યો હતો. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ભારતના છત્તીસગઢનો નહીં પરંતુ નેપાળના ચિતવાન જિલ્લાના ગડૌલી ગામમાં દિવાકર બારતૌલા નામના વ્યક્તિ દ્વારા લેવામાં આવ્યો હતો.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:નેપાળમાં થયેલા કરાના વરસાદનો વીડિયો છત્તીસગઢના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False