શું ખરેખર આ ગુજરાત રાજ્યના અમદાવાદના જમાલપુરના દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

Nisha Parmar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. અમદાવાદ ના જમાલપુર નો દ્રશ્ય આ પરિસ્થિતિમાં 3 May શુ દિવાળી સુધી પણ લોકડાઉન નહીં ખુલે આ સ્થિતિ માં કોરોના કાબુ મા કેમ આવે શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 12 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 5 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 15થી વધૂ લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ દ્રશ્યો અમદાવાદના જમાલપુર વિસ્તારના છે.

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને પોસ્ટ Kamlesh Dubey નામના યુટ્યુબ યુઝર દ્વારા આ વિડિયો 25 માર્ચ 2020ના અપલોડ કરવામાં આવ્યો હતો અને તેની સાથે કેપ્શનમાં લખાવામાં આવ્યુ હતુ કે, “બ્રેકિંગ એલર્ટ: ડોંગરીમાં ACP અવિનાશ ધર્માધિકારી દ્વારા મસ્જિદ બંધ કરવવામાં આવી.

ARCHIVE

ત્યારબાદ ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને મુંબઈ મિરરનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “150 લોકો નમાઝ અદા કરતા જોવા મળ્યા, આદેશનો અનાદર કરવા બદલ મસ્જિદના ટ્રસ્ટીઓ સામે એફઆઈઆર નોંધાઈ.

MUMBAIMIRROR | ARCHIVE

મુંબઈ મિરર દ્વારા તેમના ઓફિસિયલ એકાઉન્ટ પર પણ આ વિડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ દ્રશ્યો અમદાવાદના જમાલપુર વિસ્તારના નહિં પરંતુ મુંબઈના ડોંગરી વિસ્તારના છે. તારીખ 24 માર્ચ 2020ના છે. 

Avatar

Title:શું ખરેખર આ ગુજરાત રાજ્યના અમદાવાદના જમાલપુરના દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False