તાજેતરમાં સોશિયલ મીડિયા પર બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના રોડ-શોના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના ધાનેરા ખાતેના રોડ-શોનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રોડ-શોમાં ઉમટેલી ભારે ભીડનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના ધાનેરા ખાતેના રોડ-શોનો નહીં પરંતુ રાજસ્થાનના બાડમેર ખાતે કોંગ્રેસના ઉમેદવાર ઉમ્મેદરામ બેનિવાલના રોડ-શોમાં ઉમટેલી ભીડનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 3 મે, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, # ધાનેરા રોડ શો # ગેનીબેન ઠાકોર. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના ધાનેરા ખાતેના રોડ-શોનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો રાજસ્થાન કોંગ્રેસના સ્ટેટ સેક્રેટરી લક્ષ્મણસિંહ ગોડારા દ્વારા તેમના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ પર 24 એપ્રિલ, 2024 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો રાજસ્તાન કોંગ્રેસના ઉમેદવાર ઉમ્મેદવાર બેનિવાલના બાડમેર ખાતેના રોડ-શોનો છે.

જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, આ વીડિયો ગુજરાતનો નહીં પરંતુ રાજસ્થાનનો છે.

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને ઉમ્મેદરામ બેનિવાલ અને રાજસ્થાન કોંગ્રેસના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ આવી જ ભીડનો વીડિયો પ્રાપ્ત થયો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રોડ-શોમાં ઉમટેલી ભારે ભીડનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના ધાનેરા ખાતેના રોડ-શોનો નહીં પરંતુ રાજસ્થાનના બાડમેર ખાતે કોંગ્રેસના ઉમેદવાર ઉમ્મેદરામ બેનિવાલના રોડ-શોમાં ઉમટેલી ભીડનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના રોડ-શોના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય...

Fact Check By: Vikas Vyas

Result: False