મધ્યપ્રદેશમાં ટ્રાફિક બેરિકેડ લઈ જઈ રહેલી ભેંસનો વીડિયો ગુજરાતના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

ગુજરાત નો લાચાર ખેડુત નામના ફેસબુક પેજ દ્વારા 20 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, હવે જનતાની કમાન્ડ ભેંસે લીધી છે કાયદો કાયદાનું કામ કરે છે ગુજરાતમા આવું ભાળ કોઈ એ રોડ વસાળે મૂક્યું છે. પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ટ્રાફિકનું બેરિકેડ લઈ જઈ રહેલી ભેંસનો આ વીડિયો ગુજરાતનો છે. આ પોસ્ટને 164 લોકોએ લાઈક કરી હતી. તેમજ 91 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.09.05-20_39_44.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર ટ્રાફિકનું બેરિકેડ લઈ જઈ રહેલી ભેંસનો આ વીડિયો ગુજરાતનો છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને MP Tak સમાચાર ચેનલ દ્વારા 20 ઓગષ્ટ, 2020 ના રોજ તેની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથે પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે પોલીસ દ્વારા રસ્તા પર બેરિકેડ મૂકવામાં આવ્યા હતા. જે ત્યાંથી પસાર થતી ભેંસની પીઠ પર ફીટ થઈ જતાં ભેંસ ટ્રાફિક બેરિકેડ સાથે જ ત્યાંથી ચાલી નીકળી હતી. આ ઘટના લોકોમાં આશ્ચર્યનું કેન્દ્ર બની હતી. 

Archive

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Patrika Madhya Pradesh | NT NEWS RAJASTHAN 

અમારી વધુ તપાસમાં અમને bansalnews.com દ્વારા 21 ઓગષ્ટ, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પણ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો મધ્યપ્રદેશના સાગર શહેરનો હોવાનું જણાવવામાં આવ્યું છે.

screenshot-bansalnews.com-2020.09.05-20_54_53.png

Archive

દૈનિક ભાસ્કર દ્વારા પણ આ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા.

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો પીઠ પર ટ્રાફિક બેરિકેડ લઈ જઈ રહેલી ભેંસનો વીડિયો ગુજરાતનો નહીં પરંતુ મધ્યપ્રદેશના સાગર શહેરનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો પીઠ પર ટ્રાફિક બેરિકેડ લઈ જઈ રહેલી ભેંસનો વીડિયો ગુજરાતનો નહીં પરંતુ મધ્યપ્રદેશના સાગર શહેરનો છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:મધ્યપ્રદેશમાં ટ્રાફિક બેરિકેડ લઈ જઈ રહેલી ભેંસનો વીડિયો ગુજરાતના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False