દિલ્હીમાં બાળકીના અપહરણના પ્રયાસનો વીડિયો નડિયાદના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક સીસીટીવી વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ગુજરાતના નડિયાદ શહેરમાં બાળકીના અપહરણની કોશિશનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે બાળકીના અપહરણની કોશિનો વીડિયો મૂકવામાં આવ્યો છે એ ઘટના દિલ્હીના શકરપુર વિસ્તારમાં બની હતી. 

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Silk Saree Onnline નામના ફેસબુક પેજ દ્વારા 8 ઓક્ટોમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા CCTV વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ગુજરાતના નડિયાદ શહેરમાં બાળકીના અપહરણની કોશિશનો છે.

screenshot-www.facebook.com-2020.10.09-18_30_19.png

Facebook Post | Archive | Video Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ABP NEWS HINDI દ્વારા તેની સત્તાવર યુટ્યુબ ચેનલ પર 22 જુલાઈ, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, બાળકીના અપહરણની આ ઘટના દિલ્હીના શકરપુર વિસ્તારમાં બની હતી. બે બાઈક સવાર દ્વારા 4 વર્ષની બાળકીના અપહરણની કોશિશ કરવામાં આવી હતી. પરંતુ બાળકીની માતા દ્વારા બાળકીને છોડાવવામાં આવી હતી પરંતુ અપહરણકર્તાઓ બાઈક લઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

Archive

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Dainik Jagran | India News

અમારી વધુ તપાસમાં અમને livehindustan.com દ્વારા 22 જુલાઈ, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પૂર્વ દિલ્હીના ડીસીપી જસમિતસિંહ દ્વારા એવી માહિતી આપવામાં આવી હતી કે, “બાળકીના કાકાએ અપહરણ કરવાનો સંપૂર્ણ પ્લાન બનાવ્યો હતો. તે લગભગ 35 લાખ જેટલી રકમ ખંડણી સ્વરૂપે માંગવાના હતા. બાળકીના કાકા સહિત બે આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી લેવમાં આવ્યા હતા. જ્યારે અન્ય લોકોની શોધખોળ ચાલુ છે.”

અમારી વધુ તપાસમાં અમને News 18 India દ્વારા 23 જુલાઈ, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, દિલ્હીના શકરપુર વિસ્તારમાં 4 વર્ષની બાળકીના અપહરણ કેસમાં પોલીસે 24 કલાકની અંદર જ બાળકીના પિતા અને અન્ય આરોપીઓને ઝડપી લીધા હતા.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો બાળકીના અપહરણનો વીડિયો નડિયાદનો નહીં પરંતુ દિલ્હીમાં બનેલી ઘટનાનો છે.

Avatar

Title:દિલ્હીમાં બાળકીના અપહરણના પ્રયાસનો વીડિયો નડિયાદના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False