
ખબર એક્સપ્રેસ નામના ફેસબુક યુઝર દ્વારા 24 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, #દાહોદ ધસમસતા પાણી માં ટ્રક તણાયો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દાહોદ ખાતે વરસાદના ધસમસતા પાણીમાં તણાઈ રહેલા ટ્રકનો છે. આ પોસ્ટને 54 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. એક વ્યક્તિ દ્વારા પોતાનો મત રજૂ કરવામાં આવ્યો હતો. તેમજ 9 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દાહોદ ખાતે વરસાદના ધસમસતા પાણીમાં તણાઈ રહેલા ટ્રકનો છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને Aaj Tak દ્વારા 23 ઓગષ્ટ, 2020 ના રોજ પોસ્ટમાં મૂકવામાં આવેલા જ વીડિયો સાથેના એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, રાજસ્થાનના બાંસવાડામાં ભારે વરસાદને કારણે એક ટ્રક વરસાદી પાણીમાં તણાઈ ગયો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
આજ માહિતી સાથેના સમાચાર અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Dainik Bhaskar | Rajasthan Patrika | News 18 Rajasthan
દૈનિક ભાસ્કર દ્વારા આજ વીડિયો સાથેના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં પણ આ ઘટના રાજસ્થાનના બાંસવાડામાં બની હોવાની માહિતી આપવામાં આવી છે.

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દાહોદનો નહીં પરંતુ રાજસ્થાનના બાંસવાડા ખાતે વરસાદી પાણીમાં તણાઈ રહેલા ટ્રકનો છે. આ વીડિયો લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દાહોદનો નહીં પરંતુ રાજસ્થાનના બાંસવાડા ખાતે વરસાદી પાણીમાં તણાઈ રહેલા ટ્રકનો છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:રાજસ્થાનના બાંસવાડામાં વરસાદી પાણીમાં તણાઈ રહેલા ટ્રકનો વીડિયો દાહોદના નામે વાયરલ… જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
