
મુંબઈ સ્થિત કાર્યકર તિસ્તા સેતલવાડની 26 જૂન, 2022ના રોજ ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા બનાવટી અને ગુનાહિત કાવતરૂ અને કોર્ટમાં ખોટા પુરાવા આપવાના ઈરાદા સાથેના એક નવા કેસના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મહિલાને અન્ય લોકો સાથે બસમાં જબરદસ્તીથી બેસાડી દેવાયા બાદ કેટલાક મહિલા સુરક્ષા કર્મચારીઓ પર થૂંકતી જોવા મળી રહી છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં જોવા મળતી મહિલા તિસ્તા સેતલવાડ છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં જોવા મળતી મહિલા તિસ્તા સેતલવાડ નહિં પરંતુ કોંગ્રેસ નેતા નેટ્ટા ડિસોઝા સુરક્ષા કર્મચારીઓ પર થૂંક્યા હતા તિસ્તા સેતલવાડ ધરપકડ દરમિયાન પોલીસ પર થૂંકતી ન હતી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
અમિતકુમાર એમ સોની નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 04 જૂલાઈ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં જોવા મળતી મહિલા તિસ્તા સેતલવાડ છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને યુટ્યુબ પર હિન્દુસ્તાન ટાઈમ્સની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર ઓરિજનલ વિડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “રાષ્ટ્રીય રાજધાનીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ કર્મચારીઓ પર થૂંકવા બદલ અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના અધ્યક્ષ નેટ્ટા ડિસોઝા પર દિલ્હી પોલીસે કેસ દાખલ કર્યો છે. દિલ્હી પોલીસે કહ્યું કે કોંગ્રેસના નેતા વિરૂદ્ધ ડ્યુટી પોલીસ પર હુમલો કરવા બદલ ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટના ત્યારે બની જ્યારે નેટ્ટા ડિસોઝા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના એડના પ્રશ્નનો વિરોધ કરી રહ્યા હતા. ભાજપે આ ઘટનાને ‘શરમજનક અને ઘૃણાસ્પદ’ ગણાવી કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે.”
ANI દ્વારા પણ તેમના ટ્વિટર એકાઉન્ટ પર આ ઘટનાનો વિડિયો અપલોડ કરવામાં આવ્યો હતો અને માહિતી આપવામાં આવી હતી કે, “નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની પૂછપરછ કરવા બદલ ED વિરુદ્ધ દિલ્હીમાં પાર્ટી કાર્યકરો સાથેના વિરોધ દરમિયાન મહિલા કોંગ્રેસના પ્રમુખ નેટ્ટા ડિસોઝા પોલીસ કર્મચારીઓ પર થૂંકે છે.”
તેમજ ઇકોનોમિક્સ ટાઈમ્સ દ્વારા તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ અંગેનો અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ફોનો પર મહિલા કોંગ્રેસના પ્રમુખ નેટ્ટા ડિસોઝાનું નિવેદન પ્રસારિત કરવામાં આવ્યુ હતુ જેમાં નેટ્ટા જણાવે છે કે, “હું ખૂબ પીડામાં છું. મને નિર્દયતાથી મારવામાં આવી. મારા વાળ ખેંચાઈ ગયા. મારા મોઢામાં કાદવ હતો. મારા મોઢામાં વાળ હતા. હું બસમાં બેસી શકી નહીં, મેં મારા મોંમાંથી કાદવ કાઢી નાખ્યો. હું કાદવ ગળી શકી નહીં” જો કે, “તેણીએ આ ઘટના માટે માફી પણ માંગી હતી.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં જોવા મળતી મહિલા તિસ્તા સેતલવાડ નહિં પરંતુ કોંગ્રેસ નેતા નેટ્ટા ડિસોઝા સુરક્ષા કર્મચારીઓ પર થૂંક્યા હતા તિસ્તા સેતલવાડ ધરપકડ દરમિયાન પોલીસ પર થૂંકતી ન હતી.

Title:શું ખરેખર પેરામિલ્ટરીની મહિલા ઓફિસર પર તિસ્તા સેતલવાડ છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
