
ભાણજીભાઈ પટેલ નામના એક ફેસબુક યુઝર દ્વારા 30 જુલાઈ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ન્યાય ન્યાય કરતી કરતી મોતને ભેટી ગઇ…? ઉન્નાવની એ પીડિતા આખરે હારી ગઈ , આખું પરિવાર બરબાદ થઈ ગયું , કેવડી મોટી ઘટના બની ગઈ અને કોઈ કાઈ ન કરી શક્યું , બેટી બચાઓ અભિયાન ફક્ત નાટક જ છે એ સાબિત થઈ ગયું , ત્રણ તલાક મુદ્દે સંસદ ગજવતી ભાજપની મહિલાઓ આજે ચૂપ કેમ છે ? ગુનેગાર કોઈ સગો વહાલો છે માટે ? હ્યુમન રાઇટ્સ ક્યાં છે ? અને મહિલાઓ માટે લડતી એ સંસ્થાઓ ક્યાં છે , દેશની કાનૂન વ્યવસ્થા ક્યાં છે ? જેને અમે ભગવાન માનીએ છીએ કે પછી આ બધું રાજકારણીઓની કઠપૂતળી જેવું છે ? ઉન્નાવની આ રેપ પીડીત દિકરીને મળવો જોઇતો હતો ન્યાય..?? ભારતીયો માટે શરમજનક. 30 જુલાઈના રોજ કરવામાં આવેલી આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ઉન્નાવ દુષ્કર્મ પીડિતાનું મોત થઈ ગયુ છે. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 416 લોકોએ લાઈક કરી હતી, 46 લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 158 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Photo Archive
સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ उन्नाव की ताजा खबर સર્ચ કરતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરના પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે ઉન્નાવ દુષ્કર્મ પીડિતાના મોતની કોઈ જ માહિતી અમને પ્રાપ્ત થઈ ન હતી. પરંતુ આ તમામ પરિણામોની માહિતી પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, ઉન્નાવ દુષ્કર્મ પીડિતાની આજ રોજ 1 ઓગષ્ટ સુધી તેની હાલત અત્યંત ગંભીર બતાવવામાં આવી રહી છે. તેને લખનૌની KGMU હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવી છે. આ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

આ ઉપરાંત અમારી વધુ તપાસમાં અમને BBC News Hindi દ્વારા 31 જુલાઈ, 2019 ના રોજ યુટ્યુબ પર ઉન્નાવ દુષ્કર્મ કેસ અંગેની તમામ માહિતીના એક વીડિયો સમાચાર પ્રાપ્ત થયા હતા. તેમાં પણ એવું જણાવવામાં આવ્યું હતું કે, પીડિતાની હાલત અત્યંત નાજુક છે. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અમને ઈન્ડિયા ટુડે દ્વારા 1 ઓગષ્ટ, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. આ સમાચારને ધ્યાનથી વાંચતા અમને એ જાણવા મળ્યું હતું કે, સુપ્રિમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી સુનાવણી મુજબ સીબીઆઈને ઉન્નાવ કેસની તમામ જાણકારી 7 દિવસમાં પૂરી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તે ઉપરાંત ઉન્નાવ દુષ્કર્મ પીડિતાને વધુ સારી મેડિકલ સારવાર માટે દિલ્હી ખાતેની AIIMS હોસ્પિટલમાં એરલિફ્ટ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

ઉન્નાવ કેસ અંગેની અમારી વધુ તપાસમાં અમને દુષ્કર્મ પીડિતાની હાલત 1 ઓગષ્ટ સુધી નાજુક હોવા અંગેના અન્ય મસાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
livehindustan.com | Jagran.com | firstpost.com |
Archive | Archive | Archive |
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે લખનૌની KGMU હોસ્પિટલના જનસંપર્ક અધિકારી સાથે આ અંગે 1 ઓગષ્ટ, 2019 ના રોજ બપોરે 3.25 મિનિટે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “ઉન્નાવ દુષ્કર્મ પીડિતાની હાલત ગંભીર છે પરંતુ તે હજુ જીવિત છે.”
આમ, ઉપરના તમામ પરિણામો પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ઉન્નાવ દુષ્કર્મ પીડિતાનું મોત નથી થયું તે હજુ જીવિત છે પરંતુ તેની હાલત ખૂબ જ નાજુક છે.
પરિણામ
આમ, અમારી પડતાલ/તપાસ કાર્યવાહીમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ઉન્નાવ દુષ્કર્મ પીડિતાનું મોત નથી થયું તેની હાલત 1 ઓગષ્ટ, 2019 ના રોજ સુધી ખૂબ જ નાજુક છે અને તે જીવિત છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર ઉન્નાવ દુષ્કર્મ પીડિતા મોતને ભેટી…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
