
7 એપ્રિલ, 2019 ના રોજ ફેસબુક પર જો તમે ગુજરાતી છો તો આ ગ્નુપ માં જોડાઓ જોઈએ ફેસબુક માં કેટલા ગુજરાતી છે નામના પેજ પર સોમાભાઈ પટેલ નામના વ્યક્તિ દ્વારા હાર્દિક પટેલનો પાકિસ્તાની ધ્વજ સાથેનો એક ફોટો શેર કરવામાં આવ્યો હતો જેના પર એવું લખેલું છે કે, આ મારો સાચો રાષ્ટ્રધ્વજ છે એટલે હું અને મારા પાસિયાવ તમારા તિરંગાનું અપમાન કરતા જ રહેશું ને તમે કાઈ નહીં કરી શકો. સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટને લગભગ 216 લોકોએ લાઈક કરવાની સાથે સાથે 232 જેટલા લોકોએ આ પોસ્ટ પર પ્રતિક્રિયાઓ આપી હતી. ઉપરાંત 28 જેટલા લોકો દ્વારા આ પોસ્ટને શેર પણ કરવામાં આવી હતી. જેના પરિણામે આ પોસ્ટનું સંશોધન કરવું જરુરી હતું જેના પગલે અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી.
સંશોધન
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ ફોટોનું સત્ય જાણવું ખૂબ જ જરુરી હતું જેને પરીણામે અમે સંશોધનની શરુઆત કરી. સંશોધનમાં સૌપ્રથમ આ ફોટોને યાન્ડેક્ષ નામના બ્રાઉઝરમાં સર્ચ કરતાં અમને નીચે મુજબ પરિણામ પ્રાપ્ત થયા.

આ પરિણામો બાદ ફોટોની વધુ તપાસ કરવા માટે અમે ગુગલનો સહારો લીધો જેમાં કેટલીક મીડિયા એજન્સીઓ દ્વારા પણ હાર્દિક પટેલના આ સમાચારને પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. આ તમામ પરિણામોની ઝીણવટપૂર્વક તપાસ કરતાં અમને જાણવા મળ્યું કે, આ ફોટો હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવેલા પાટીદાર અનામત આંદોલન સમયનો છે અને તે સમયે હાર્દિક પટેલના હાથમાં પાકિસ્તાની ધ્વજ નહીં પરંતું ભારતીય તિરંગો હતો. પરંતું કેટલાક ઠગબાજો દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ ફોટોને ફોટોશોપના માધ્યમથી એડિટ કરીને ઓરિજનલ ફોટો સાથે છેડછાડ કરવામાં આવી છે.
indianexpess.com | Archive
thequint.com | Archive


સંશોધનના અંતમાં એ સાબિત થાય છે કે, હાર્દિક પટેલના પાકિસ્તાની ધ્વજ સાથેના ફોટોમાં ફોટોશોપના માધ્યમથી છેડછાડ કરવામાં આવી છે. ઓરિજનલ ફોટોમાં ભારતીય તિરંગાની જગ્યાએ પાકિસ્તાની ધ્વજ એડ કરીને લોકોને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરવામાં આવી છે.

પરિણામ:
સંશોધનના અંતમાં અમે એ પરિણામ પર પહોંચ્યા છીએ કે, પાકિસ્તાની ધ્વજ સાથેનો હાર્દિક પટેલનો ફોટો ખોટો છે. આ ફોટોને ફોટોશોપના માધ્યમથી એડિટ કરવામાં આવ્યો છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:હાર્દિક પટેલના હાથમાં પાકિસ્તાની ધ્વજ! જાણો શું છે સત્ય…
Fact Check By: Dhiraj VyasResult: False
