
આજ કાલ સોશિયલ મીડિયાનો દૂર ઉપયોગ કરીને લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટા સમાચારોનો દોર ચાલી રહ્યો છે ત્યારે बेखौफ Gujju નામના એક ફેસબુક પેજ પર 7 ડિસેમ્બર, 2018 ના રોજ એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેના શીર્ષકમાં એવું લખ્યું હતું કે, ગુજરાત વિરોધપક્ષના નેતા પરેશભાઇ ધાનાણીએ બે દિવસ પહેલા ખેડૂતો બાબતે કલેક્ટર સાહેબને ખખડાયા ખોટુ ના કરો,ખેડૂતનુ ખોટુ કરશો તો કીડા પડશે… આ વીડિયો પોસ્ટને લગભગ 5800 જેટલા લોકોએ લાઈક કર્યો હતો. 140 જેટલા લોકોએ વીડિયો પર પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી તેમજ 3650 જેટલા લોકો દ્વારા આ વીડિયોને શેર કરવામાં આવ્યો હતો. ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહેલા આ વીડિયોનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે આ વીડિયોને લઈને અમારી પડતાલ/તપાસ શરૂ કરી.
Bekhuf Gujju ArchiveLink
સંશોધન
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોની સત્યતા જાણવા માટે અમે સૌપ્રથમ ગુગલનો સહારો લીધો. જેમાં અમને નીચે મુજબના પરિણામ પ્રાપ્ત થયા.

જેમાં અમને ઘણા બધા મીડિયા દ્વારા આ સમાચારને દર્શાવવામાં આવેલા જોવા મળે છે. ત્યાર બાદ અમે આ વીડિયો પોસ્ટની વધુ તપાસ માટે યુટ્યૂબનો સહારો લીધો અને તેમાં સર્ચ કરતાં અમને નીચે મુજબ પરિણામો પ્રાપ્ત થયા. જેમાં પણ લગભગ ઘણી બધી ગુજરાતી ન્યૂઝ ચેનલો દ્વારા આ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હોવાનું માલૂમ પડ્યું હતું.

ઉપરના પરિણામો પરથી એ જાણી શકાય છે કે, ગુજરાતની લગભગ તમામ ન્યૂઝ ચેનલ દ્વારા આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હતા. પણ આ સમાચારમાં એવું દર્શાવવામાં આવ્યું હતું કે અમરેલીમાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ક્રોપકટિંગ મુદ્દે કલેક્ટરને નહીં પરંતુ મામલતદારને ધમકાવ્યા હતા. જે અંગેના તમામ સમાચાર તમે ઉપર આપેલી લિંક દ્વારા જોઈ શકો છો.
પરિણામ:
સંશોધનના અંતમાં અમે એ પરિણામ પર પહોંચ્યા છીએ કે, કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી દ્વારા કલેક્ટરને નહીં પરંતુ મામલતદારને ધમકાવવામાં આવ્યા હતા. જેને પરિણામે આ દાવો સંપૂર્ણ રીતે ખોટો સાબિત થાય છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:જાણો કલેક્ટર પર ગુસ્સે ભરાયેલા કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીના વાયરલ વીડિયોનું શું છે સત્ય?
Fact Check By: Dhiraj VyasResult: False
