ત્રણ વર્ષ પહેલા પ્રજાસત્તાક દિનની ઉજવણીના દિવસે ખેડૂતો દ્વારા લાલ કિલ્લા પાસે કરવામાં આવેલી ટ્રેક્ટર માર્ચ માટે કરવામાં આવેલી કૂચનો આ ફોટો છે.

હાલમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન દરમિયાન ઘણી સાચી-ખોટી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ વચ્ચે એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ટ્રેકટરો સાથે લોકોને જતા જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં ચાલી રહેલા કિસાન આંદોલન દરમિયાન ચલ્લો દિલ્લી મુવમેન્ટ હેઠળનો આ ફોટો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 13 ફેબ્રુઆરી 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હાલમાં ચાલી રહેલા કિસાન આંદોલન દરમિયાન ચલ્લો દિલ્લી મુવમેન્ટ હેઠળનો આ ફોટો છે.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને એનડીટીવી દ્વારા તા. 25 જાન્યુઆરી 2021ના પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે આ ફોટો શેર કરીને માહિતી આપવામાં આવી હતી કે, “પ્રજાસત્તાક દિવસ નિમિતે ટ્રેક્ટર માર્ચ માટે નવી દિલ્હી તરફ કૂચ કરી રહેલા ટ્રેક્ટર.

NDTV | ARCHIVE

Times of India, Jansatta, The Lallantop, સહિતના મીડિયા હાઉસ દ્વારા પણ વર્ષ 2021ના આ ફોટો સાથે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ત્રણ વર્ષ પહેલા પ્રજાસત્તાક દિનની ઉજવણીના દિવસે ખેડૂતો દ્વારા લાલ કિલ્લા પાસે કરવામાં આવેલી ટ્રેક્ટર માર્ચ માટે કરવામાં આવેલી કૂચનો આ ફોટો છે. જેને હાલમાં ચાલી રહેલા આંદોલન સાથે કોઈ લેવા-દેવા નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:ત્રણ વર્ષ જુના ફોટોને હાલના ખેડૂત આંદોલન સાથે જોડી શેર કરવામાં આવી રહ્યો... જાણો શું છે સત્ય....

Fact Check By: Frany Karia

Result: False