મહિલાની પાછળ રખડતા શ્વાન દોડ્યા અને અકસ્માત સર્જાયો તે ઘટના ગુજરાતની નથી… જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

આ ઘટના ગુજરાતની નથી, અકસ્માતમાં પીડિતોની ઓળખ સુપ્રિયા, સસ્મિતા અને તેના બાળક તરીકે થઈ છે. ઘટના ઓડિશાની છે.

સોશિયલ મીડિયા પર એક સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે જેમાં કેટલાક રખડતા કૂતરા બે મહિલાઓ અને એક બાળકની સ્કૂટી પાછળ દોડી રહ્યા છે. જે બાદ મહિલા પોતાનું સંતુલન ન રાખી શકી અને નજીકમાં પાર્ક કરેલી કાર સાથે અથડાતી જોવા મળી. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મહિલાની પાછળ રખડતા શ્વાન દોડ્યા અને અકસ્માત સર્જાયો તે ઘટના ગુજરાતની છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Raja Shaikh નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 06 એપ્રિલ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મહિલાની પાછળ રખડતા શ્વાન દોડ્યા અને અકસ્માત સર્જાયો તે ઘટના ગુજરાતની છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે અલગ-અલગ કીવર્ડનો ઉપયોગ કરીને વાયરલ વીડિયો શોધવાની તપાસ શરૂ કરી હતી. પરિણામે, અમને 4 એપ્રિલના રોજ એએનઆઈ દ્વારા પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે મુજબ જાણવા મળ્યું છે કે, આ વીડિયો ગાંધી નગર, બેરહામપુર, ઓડિશાનો છે.

મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં મહિલા અને બાળક બંનેને ઘણી ઈજાઓ થઈ હતી.

Archive

વધુ તપાસમાં ઓડિશાના કેટલાક સમાચાર અહેવાલોમાં વાયરલ વીડિયો વિશે પ્રકાશિત થયેલા સમાચાર મળ્યા. જેમાં વાયરલ વીડિયો ઓડિશાના બેરહામપુર જિલ્લાનો જણાવવામાં આવ્યો છે.

બીજી તરફ, અકસ્માત પીડિત મહિલાનું નિવેદન ઓડિશા ન્યૂઝ ઓટીવીમાં પ્રકાશિત થયું છે. જેમાં પીડિતોની ઓળખ સુપ્રિયા, સસ્મિતા અને તેના બાળક તરીકે થઈ છે.

એક પીડિતાએ જણાવ્યું કે, અમે સવારે 6 વાગે મંદિર જઈ રહ્યા હતા ત્યારે લગભગ છથી આઠ કૂતરાઓ અમારી પાછળ આવવા લાગ્યા. પછી મે સ્કૂટરની સ્પીડ વધારવાનું નક્કી કર્યું, નહીંતર પાછળ બેઠેલા લોકોને કૂતરાં કરડ્યા હોત.

પીડિતાની બહેને કહ્યું કે, નજીકમાં પાર્ક કરેલી કારને ટક્કર મારતાં મોટી દુર્ઘટના ટળી હતી. જો અમે ઈલેક્ટ્રીક પોલ કે અન્ય કોઈ વસ્તુ કે ગટર સાથે અથડાયા હોત તો અકસ્માત જીવલેણ બની શક્યો હોત.

આ સિવાય આ સમાચાર અહીં, અહીં અને અહીં પણ જોઈ શકાય છે. અહેવાલો અનુસાર, આ ઘટના ઓડિશાના બેરહામપુર જિલ્લાની છે. સમાચારમાં આવા અકસ્માતોથી બચવા માટે હેલ્મેટ પહેરવા જેવી બાબતો પર ધ્યાન આપવામાં આવ્યું છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ ઘટના ગુજરાતની નથી, અકસ્માતમાં પીડિતોની ઓળખ સુપ્રિયા, સસ્મિતા અને તેના બાળક તરીકે થઈ છે. ઘટના ઓડિશાની છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:મહિલાની પાછળ રખડતા શ્વાન દોડ્યા અને અકસ્માત સર્જાયો તે ઘટના ગુજરાતની નથી… જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False