શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હિમાચલ પ્રદેશમાં ગાય પર થયેલા હુમલાનો છે….? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Mahobatsinh Rathod Rajput નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. #હિમાચલ #પ્રદેશ #ના #બિલાસપુર #મા #ઇર્ષા #ના #લિધે #બાજુમાં #રહેતા #પડોશી #એજ #ગર્ભવતી #ગાય #ને #બોમ્બ #ખવડાવતા #વિસ્ફોટ #થતા #ગાય #નુ #જરબુ #ફાટી #ગયુ #ગભીર #રીતે #ઘાયલ) (#હે #રામશીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 164 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 17 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હાલમાં હિમાચલ પ્રદેશમાં ગાય પર થયેલા હુમલા બાદ ઈજાગ્રસ્ત થયેલી ગાયનો આ ફોટો છે.”

FACEBOOK | FB POST ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને ફેસબુક પર આ ફોટો વર્ષ 2015માં અપલોડ કરવામાં આવી હોવાનું અમને જાણવા મળ્યુ હતુ. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “રાયપુર જિલ્લાના લિલામ્બામાં ગૌ હત્યારાઓએ કચરામાં વિસ્ફોટક નાખ્યો હતો. જે વિસ્ફોટકને ગાય તેના મોઢામાં નાખી ખાવા લાગી હતી. અને તેનો અવાજ સાંભળી ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યાં જોયુ તો ગાયનું જડબુ ફાટી ગયુ હતુ.  ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.”

https://www.facebook.com/permalink.php?story_fbid=1000994116598661&id=802851776412897&__xts__%5B0%5D=68.ARDkF4RbsM8nIV51Mc0APGQ37SRnGQtths_qg7Hu73o9qcSFs8K1SNSokNWhUeYfM1VlXZj52TukvSIxZokkxd8ER7fEr0dmIZNTsqke1t13a5EW4RTnu_O3Eer4SLuHTqNPljfB_BV-g5dOPQZ2VISJxU_mdYo2aG-hCmOwug30mNNwoulQT2v2Le93Q4I8bA_hUF6UMfm6lph_IEdxSYPj4sVXNpc5724cHX9h1XPMIr147zSlD0geqX9apKU2vlIu-UnBQoxeqF99LrRjFdCLJbmPTN0GXtCEbalLhBPLO11FIj-Mg4srrVf8INUeHVyrvDUHoL29KOIgQOKYL4Knqg&__tn__=-R

ARCHIVE

ત્યારબાદ ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને પત્રિકાનો 27 જૂન 2015નો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ ઘાયલ ગાયની ફોટો તમે બીજા એંગલથી જોઈ શકો છો. જેમાં પણ જણાવવામાં આવ્યુ હતુ કે, આ ઘટના રાયપુરની છે.

PATRIKA.COM | ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલનો નહિં પરંતુ વર્ષ 2015નો છે અને આ ઘટના રાયપુર જિલ્લામાં બનવા પામી હતી. હાલમાં હિમાચલ પ્રદેશમાં ગાય પર થયેલા હુમલાની વાત તદ્દન ખોટી છે.

Avatar

Title:શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હિમાચલ પ્રદેશમાં ગાય પર થયેલા હુમલાનો છે….? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False