આ બાળક અફઘાનિસ્તાનનો નથી, પરંતુ ભારતનો છે. અફઘાનિસ્તાનની જીત બાદ બાળક ભાવુક થઈ ગયો હતો અને ખેલાડી મુજીબ ઉર રહેમાનને ગળે લગાવ્યો.

અફઘાનિસ્તાનના ક્રિકેટર મુજીબ ઉર રહેમાનનો એક બાળકને ગળે લગાવતો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોને ભાવાનત્મક વાર્તા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ બાળક અફઘાનિસ્તાનનો છે. જ્યારે અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને હરાવ્યું ત્યારે બાળક મેદાનમાં આવ્યો અને મુજીબ ઉર રહેમાનને ગળે લગાડીને રડવા લાગ્યો.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 16 ઓક્ટોબર 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ બાળક અફઘાનિસ્તાનનો છે. જ્યારે અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને હરાવ્યું ત્યારે બાળક મેદાનમાં આવ્યો અને મુજીબ ઉર રહેમાનને ગળે લગાડીને રડવા લાગ્યો.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને ન્યૂઝ 18 વેબસાઈટ પરનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અહેવાલ મુજબ, "વાઈરલ વીડિયોમાં દેખાતો બાળક અફઘાનિસ્તાનનો નથી, પરંતુ ભારતનો છે."

News18 | Archive

તપાસને આગળ વધારતા, અમે અફઘાનિસ્તાનના ખેલાડી મુજીબ ઉર રહેમાનના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર દાવા સંબંધિત પોસ્ટ મળી હતી, જે પોસ્ટમાં, બાળક સાથેનો વીડિયો અને તસવીર શેર કરતી વખતે તેમણે કેપ્શનમાં લખ્યું, “આ કોઈ અફઘાની છોકરો નથી, આ એક યુવાન ભારતીય છોકરો છે, જે અમારી જીતથી ખૂબ જ ખુશ છે. ગઈકાલે રાત્રે ભારતના દિલ્હીના આ નાના છોકરાને મળીને ખૂબ આનંદ થયો (ક્રિકેટ માત્ર એક રમત નથી, તે એક લાગણી છે) ગઈકાલે રાત્રે આવવા, અમને ટેકો આપવા અને પ્રેમ આપવા બદલ અમારા બધા ચાહકોનો આભાર. -ખૂબ ખૂબ આભાર. અમે તમારા સતત સમર્થન માટે આભારી છીએ. દિલ્લીના પ્રેમ માટે આભાર.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ બાળક અફઘાનિસ્તાનનો નથી, પરંતુ ભારતનો છે. અફઘાનિસ્તાનની જીત બાદ બાળક ભાવુક થઈ ગયો હતો અને ખેલાડી મુજીબ ઉર રહેમાનને ગળે લગાવ્યો.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:FAKE NEWS: આ બાળક અફઘાનિસ્તાનથી નથી આવ્યો, તે ભારતીય જ છે... જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: False