ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે કારણ કે, વાયરલ વિડિયોમાં દેખાતો બાળક ઈન્દ્ર કુમાર નથી. ખોટા દાવા સાથે વિડિયો વાયરલ થઈ રહ્યો છે.

રાજસ્થાનના જાલોર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શિક્ષકની મારપીટથી દલિત વિદ્યાર્થીના મોતને લઈને રાજસ્થાનનું રાજકારણ ગરમાયું છે. જે બાદ સોશિયલ મિડિયા પર આ સમાચારને લઈને અલગ-અલગ દાવા સાથે ઘણા વિડિયો શેર કરવામાં આવી રહ્યા છે.
આવા જ એક વિડિયોમાં એક બાળક સ્કૂલ યુનિફોર્મમાં ડાન્સ કરતો જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરી રહ્યા છે કે, “આ વિડિયો ઈન્દ્ર કુમાર મેઘવાલનો છે, જેને તેના શિક્ષક છેલુ સિંહે ઘડામાંથી પાણી પીવા માટે માર માર્યો હતો.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
DrParisha B Pandya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 ઓગસ્ટ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વિડિયો ઈન્દ્ર કુમાર મેઘવાલનો છે, જેને તેના શિક્ષક છેલુ સિંહે ઘડામાંથી પાણી પીવા માટે માર માર્યો હતો.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
તપાસની શરૂઆતમાં અમે જાલોર જિલ્લાના SHO ધ્રુવ પ્રસાદનો સંપર્ક કર્યો. જ્યારે અમે તેને વાયરલ વિડિયો વિશે પૂછ્યું તો તેણે અમને સ્પષ્ટતા કરી કે વાયરલ વિડિયો ઈન્દર કુમાર મેઘવાલનો નથી. આ અન્ય શાળાનો વિડિયો હોઈ શકે છે. કારણ કે જ્યાં આ ઘટના બની તે શાળાનો યુનિફોર્મ નથી. તેણે એ પણ સ્પષ્ટ કર્યું કે વિડિયોમાં દેખાતો બાળક ઈન્દ્ર કુમાર નથી.
ત્યારબાદ અમે જે શાળામાં આ ઘટના બની તે શાળાના શિક્ષક અશોક કુમાર જિંગર સાથે વાત કરી, એટલે કે સરસ્વતી વિદ્યા મંદિર શાળા. તેણે અમને સ્પષ્ટતા કરી કે આ વિડિયો તેની સ્કૂલનો નથી. વાયરલ વિડિયોમાં ઈન્દ્ર કુમાર પણ છોકરો દેખાઈ રહ્યો નથી.
તેણે અમારી સાથે શાળાનો યુનિફોર્મ શેર કર્યો. જેમાં સ્પષ્ટ દેખાય છે કે આ વિડિયો ઈન્દ્ર કુમાર જે સ્કૂલમાં ભણે છે તેનો નથી.
અમે સમાચારની પુષ્ટિ કરવા માટે ઈન્દ્ર કુમારના પિતા દૈવરામ મેઘવાલ સુરાણાજીનો સંપર્ક કર્યો. અમે તેમને વોટસએપ પર વાયરલ વિડિયો મોકલ્યો હતો. જે બાદ તેણે અમને સ્પષ્ટતા કરી કે વિડિયોમાં દેખાતો છોકરો તેમનો પુત્ર નથી. સાથે જ તેમણે વિનંતી કરી હતી કે તેમના પુત્રના નામે આવા ખોટા સમાચાર ન ફેલાવવા વિનંતી કરી છે.
તેણે અમને તેના પુત્રની તસવીર મોકલી. અમે વાયરલ વિડિયોમાં બાળક અને ઈન્દ્ર કુમારની તસવીરનું વિશ્લેષણ કર્યું, જેનાથી સ્પષ્ટ થાય છે કે બંને બાળકો અલગ-અલગ છે.

વાયરલ વીડિયોમાં વિદ્યાર્થી જોવા મળી રહ્યો છે
30મી જુલાઈના રોજ જીયુપીએસ ગોમરખ ધામ તારાત્રા, ચોહતાન, બાડમેર ફેસબુક પેજ પર વાયરલ વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. વિડિયોના શીર્ષક લખવામાં આવ્યુ હતુ કે, “No Bag day ke દિન વર્ગ 2નો વિદ્યાર્થી તેજસ્વી આત્મ વિશ્વાસપૂર્ણ પ્રદર્શન રજુ કર્યુ હતુ.”
ચેલા રામ રાયકા નામના ફેસબુક યુઝરે દાવો કર્યો છે કે આ છોકરાનું નામ હરીશ છે અને વીડિયોમાં દેખાતો બાળક રાજસ્થાનના બાડમેરની ગોમાર્ક ધામ સ્કૂલનો વિદ્યાર્થી છે. ચેલા રામ રાયકાની પ્રોફાઇલ મુજબ, તે બાડમેરની GUPS ગોમરખ ધામ શાળામાં શિક્ષક છે.

શું છે સંપૂર્ણ સમાચાર….
આ ઘટના રાજસ્થાનના જાલોર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારના સુરાણા ગામની છે. સુરાણા ગામની ખાનગી શાળા સરસ્વતી વિદ્યામંદિરમાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી ઈન્દ્ર મેઘવાલને શિક્ષકે માર માર્યો હતો. આ ઘટના 20 જુલાઈના રોજ 9 વર્ષની માસૂમ સાથે બની હતી. જે બાદ સારવાર હેઠળ રહેલા ઈન્દ્ર મેઘવાલનું શનિવારે અમદાવાદમાં મોત થયું હતું. પરિવારનો આરોપ છે કે શિક્ષકે બાળકને એટલા માટે માર માર્યો હતો કારણ કે તેણે પાણીના વાસણ તેના હાથમાં મૂક્યો હતો. શિક્ષકના મારથી માસૂમના કાનની નસ ફાટી ગઈ હતી.
પોલીસનું કહેવું છે કે પરિવારની ફરિયાદ પર શિક્ષક વિરૂદ્ધ SCST એક્ટ અને કલમ 302 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. શાળા ખાનગી રીતે ચલાવવામાં આવે છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, વાયરલ વિડિયોમાં દેખાતો બાળક ઈન્દ્ર કુમાર નથી. ખોટા દાવા સાથે વિડિયો વાયરલ થઈ રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:રાજસ્થાનમાં શિક્ષક દ્વારા માર મારવામાં આવેલા દલિત વિદ્યાર્થીની આ વિડિયો નથી. જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
