
Indian Police Press – Gujarat નામના ફેસબુક પેજ દ્વારા 30 એપ્રિલ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Last clip of RISHI KAPOOR from hospital last night…. ૐ શાંતિ #indianpolicepress #gujaratpolice #ipp #Gujarati #fightaggaintscorona. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો રિશી કપૂરનું મૃત્યુ થયું એની આગલી રાત્રે હોસ્પિટલમાં બનાવેલો છે. આ પોસ્ટને 104 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 5 વ્યક્તિએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 13 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો રિશી કપૂરનું મૃત્યુ થયું એની આગલી રાત્રે હોસ્પિટલમાં બનાવેલો છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજથી સર્ચ કરતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો યુટ્યુબ પર DHEERAJ KUMAR SANU નામના યુઝર દ્વારા 3 ફેબ્રુઆરી, 2020 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. આજ વીડિયો રિશી કપૂરના મોતની આગળની રાતના છેલ્લા વીડિયો તરીકે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર આ વીડિયો વધુ વાયરલ થતાં ધીરજકુમાર સાનુએ પોતે એક વીડિયો દ્વારા જણાવ્યું હતું કે, રિશી કપૂરની ફેબ્રુઆરીમાં દિલ્હીની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી ત્યારે આ વીડિયો ધીરજ કુમારે પોતે શૂટ કર્યો હતો. ધીરજ કુમાર દિલ્હીની એજ હોસ્પિટલમાં નોકરી કરે છે.
વધુમાં NDTV દ્વારા 4 ફેબ્રુઆરી, 2020 માં રિશી કપૂરને દિલ્હીની હોસ્પિટલમાં કેમ દાખલ કરવામાં આવ્યો તે અંગે પણ જાણ કરી હતી.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો રિશી કપૂરના મોતની આગલી રાતનો નહીં પરંતુ બે મહિના અગાઉ જ્યારે દિલ્હીની એક હોસ્પિટલમાં રિશી કપૂરની સારવાર ચાલી રહી હતી એ સમયનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ વીડિયોને ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો રિશી કપૂરના મોતની આગલી રાતનો નહીં પરંતુ બે મહિના અગાઉ જ્યારે દિલ્હીની એક હોસ્પિટલમાં રિશી કપૂરની સારવાર ચાલી રહી હતી એ સમયનો છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title: આ વીડિયો રિશી કપૂરના મોતની છેલ્લી રાતનો નથી… જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
