ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે વાયરલ વીડિયોમાં દેખાતી વ્યક્તિ શ્રીલંકાના બૌદ્ધ સાધુ પાલેગામા સુમના થેરો છે.

બે મહિલાઓ સાથે કથિત હોટલના રૂમમાં પકડાયેલા એક પુરૂષનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં એક અર્ધ નગ્ન પુરૂષ અને બે લગભગ નગ્ન મહિલાઓ કેમેરામાં લોકો દ્વારા પૂછપરછ કરતા જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વીડિયોમાં “ગુરૂજી” તરીકે ઓળખાતા નિર્મલ સિંહજીને બે મહિલાઓ સાથે હોટલમાં પકડી પકડવામાં આવ્યા છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Shailesh Dhameliya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 જૂલાઈ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વીડિયોમાં “ગુરૂજી” તરીકે ઓળખાતા નિર્મલ સિંહજીને બે મહિલાઓ સાથે હોટલમાં પકડી પકડવામાં આવ્યા છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને શ્રીલંકાની અધિકૃત ભાષા સિંહલા ભાષામાં સંખ્યાબંધ ફેસબુક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેનાથી સંકેત મળે છે કે, વીડિયો શ્રીલંકાનો અથવા તેનાથી સંબંધિત હોઈ શકે છે.
Archive
જે ક્લુના આધારે સર્ચ કરતા અમને 8 જુલાઈના એશિયન મિરરમાં પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “આ વીડિયો શ્રીલંકાના નવાગામુવાના બોમિરિયા રસપાના વિસ્તારનો છે. પાલેગામા સુમના થેરો નામના સાધુ અને બે મહિલાઓ પર હુમલો કરવાના આરોપમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના બાદ શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ સુમના થેરોએ તેમની ફરિયાદ પાછી ખેંચી લેતા તેમને બાદમાં છોડી દેવામાં આવ્યા હતા.”

Newswire અને Sri Lanka Mirror સહિતના શ્રીલંકાના મીડિયા હાઉસ દ્વારા આ ઘટના અંગે વિસ્તૃત માહિતી આપતો અહેવાલ પ્રસારિત કર્યો હતો. તેમજ કેટલીક સિંહાલી ભાષાના ન્યૂઝ વેબસાઈટમાં પણ આ અંગેના અહેવાલો પ્રકાશિત કરવામાં આવ્યા હતા.
તેમજ નિર્મલ સિંઘ (ગુરૂજી)નું મૃત્યુ વર્ષ 2007માં થયુ હતુ. જેના પરથી સાબિત થાય છે કે આ વીડિયોમાં જોવા મળતી વ્યક્તિ ગુરૂજી નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વીડિયોમાં જોવા મળતી વ્યક્તિ ગુરૂજી નથી પરંતુ શ્રીલંકાના બૌદ્ધ સાધુ છે. ભારતીય આધ્યાત્મિક નેતાનું 2007માં અવસાન થયું હતું.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:કથિત સેક્સ કાંડની આ ઘટના ભારતીય ગુરૂજી નહીં પરંતુ શ્રીલંકાના બૌદ્ધ સાધુ છે… જાણો શું છે સત્ય….
Written By: Frany KariaResult: False
