વાયરલ વીડિયો નર્મદા જિલ્લામાં આવેલા કરજણ ડેમનો છે. જૂનાગઢના ઉમરેઠી ડેમનો હોવાની વાત તદ્દન ખોટી છે.

સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. તેમા પણ સોરઠ પંથકમાં તો જળબંબાકાર જેવી સ્થિતી છે. ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડતા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જૂનાગઢ ભારે વરસાદ બાદ ઉમરેઠી ડેમનો આ વીડિયો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Vivek Lavingia નામના ઈનસ્ટાગ્રામ યુઝર દ્વારા તારીખ 20 જૂલાઈ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જૂનાગઢ ભારે વરસાદ બાદ ઉમરેઠી ડેમનો આ વીડિયો છે.”

Instagram | IN post Archive | IN video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ટ્વિટર પર આ સંપૂર્ણ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેને Our Vadodara નામના ટ્વિટર યુઝર દ્વારા શેર કર્યો હતો અને માહિતી આપી હતી કે, “કરજણ ડેમ ઓવરફ્લો! નર્મદા જિલ્લામાં ભારે વરસાદને કારણે કરજણ ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ છે. વધુ ઊંચાઈ પરના વિસ્તારોમાં વરસાદને કારણે કરજણ ડેમ ઓવરફ્લો થવા લાગ્યો.

Archive

તેમજ વધુ સર્ચ કરતા અમને જે વ્યક્તિ દ્વારા વીડિયો લેવામાં આવ્યો હતો તે પ્રાપ્ત થયો હતો. જેને તેમના ફેસબુક પેજ પર આ વીડિયો અપલોડ કર્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ વધુ તપાસ કરતા અમને ટાઈમ્સનાઉ હિન્દી દ્વારા પ્રસારિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે 12 જૂલાઈ 2022ના પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “ભારે વરસાદના કારણે કરજણ ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા હતા.

Archive

તેમજ કરજણ ડેમનો અલગ એંગલથી પણ વીડિયો તમે નીચે જોઈ શકો છો. જેના પરથી સ્પષ્ટ છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો જૂનાગઢના ઉમરેઠી ડેમનો નહીં પરંતુ નર્મદા જિલ્લાના કરજણ ડેમનો છે.

Embed

પરિણામ

આમ, અમારી પડાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો જૂનાગઢના ઉમરેઠી ડેમનો નથી પરંતુ નર્મદા જિલ્લાના કરજણ ડેમનો છે. જૂનાગઢના ઉમરેઠી ડેમનો હોવાની વાત તદ્દન ખોટી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Fake News: ઓવરફ્લો થતા ડેમનો વાયરલ વીડિયો જૂનાગઢના ઉમરેઠી ડેમનો છે...?

Written By: Frany Karia

Result: False