મે મહિનાના અંતમાં રાજસ્થાનના જોધપુરમાં આ અકસ્માત બનવા પામ્યો હતો. જામનગરના કોઈપણ સ્થળનો નથી. તેમજ બિપોરજોય સાથે તેનો કોઈ લેવા-દેવા નથી.

બિપોરજોય વાવાઝોડું લેન્ડફોલ થયા બાદ તબાહી સર્જી રહ્યુ છે. ત્યારે એક અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક એક્ટિવા ચાલક પર વૃક્ષ પડતા તેમાં સવાર ત્રણ ચાલકો ઘાયલ થતા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બિપોરજોય વાવાઝોડા દરમિયાન જામનગરના ભાનુ પેટ્રોલપંપ પાસે આ અકસ્માત સર્જાયો હતો.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Jamnagar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 જૂન 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બિપોરજોય વાવાઝોડા દરમિયાન જામનગરના ભાનુ પેટ્રોલપંપ પાસે આ અકસ્માત સર્જાયો હતો.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને APN ન્યુઝ હિન્દી દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર આ વીડિયો 30 મે 2023ના પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “રાજસ્થાનના જોધપુરમાં ચાલતી સ્કૂટી પર વૃક્ષ પડ્યું, સ્કૂટી પર સવાર 3 યુવકો ઘાયલ.

Archive

તેમજ અમે અમારી પડતાલને આગળ વધારતા અમે વધુ સર્ચ કરતા અમને ક્રાઈમતક વેબસાઈટ પરનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “રાજસ્થાનના જોધપુરમાં કચેરી રોડ પર ચાલતી સ્કુટી પર વૃક્ષ પડતા ત્રણ લોકો ઘાયલ થયા હતા.

તેમજ અમે અમારી પડતાલને આગળ વધરી હતી અને સર્ચ કરતા અમને ન્યુઝ 18 રાજસ્થાન દ્વારા પણ આ વીડિયો સાથેની માહિતી પ્રસારિત કરવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો બિપોરજોય વાવાઝોડા દરમિયાનનો જામનગરનો નથી, પરંતુ મે મહિનાના અંતનો રાજસ્થાનના જોધપુરનો છે. બિપોરજોય વાવાઝોડા સાથે તેને કોઈ લેવા-દેવા નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:રાજસ્થાનના જોધપુરના અકસ્માતના વીડિયોને જામનગરના અકસ્માતનો વીડિયો ગણાવવામાં આવી રહ્યો... જાણો શું છે સત્ય...

Written By: Frany Karia

Result: False