તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઘાયલ થયેલી બાળકીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બાંગ્લાદેશમાં થયેલી હિંસામાં બચી ગયેલી ઘાયલ બાળકીનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ઘાયલ થયેલી બાળકીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ બાંગ્લાદેશમો નહીં પરંતુ ઈઝરાયલ અને ફિલીસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં બચી ગયેલી બાળકીનો છે. આ વીડિયોને બાંગ્લાદેશની હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 7 ઓગષ્ટ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આના વિશે કોઈ નહિ લખે, કોઈ આવાઝ નથી ઉઠાવે કારણ પીડિતો લાચાર હિંદુ છે અને અપરાધી જેહાદીઓ છે.. મને આમાં બાંગ્લાદેશના હિંદુ નહિ ભારતના સેક્યુલરો નું ભવિષ્ય દેખાય છે. તમારા બાળ બચ્ચા નો આના કરતા ખરાબ હાલ આ સૂવર કરવાના છે. અત્યારે જે ભૂંડો તમને સારા લાગે છે એજ ભૂંડો તમારી સાથે આવું કરશે... આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બાંગ્લાદેશમાં થયેલી હિંસામાં બચી ગયેલી ઘાયલ બાળકીનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ ગૂગલ લેન્સની મદદથી વીડિયોની ફ્રેમમાં દેખાતા અરબી શબ્દોનું ભાષાંતર કરતાં અમને એ માહિતી મળી કે, આ ઘટના નુસાયરત શરણાર્થી કેમ્પમાં બની હતી. પેલેસ્ટાઈનના ગાઝામાં નુસાયરાત શરણાર્થી શિબિર.

Google લેન્સનો ઉપયોગ કરીને વિડિયોનું ભાષાંતર કરતી વખતે મેળવેલી માહિતી –

unnamed.png

14 જુલાઈ, 2024 ના વીડિયોની માહિતી સાથે, અમને તે દિવસે અલ જઝીરા અરેબિક દ્વારા તેની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર શેર કરવામાં આવેલ રીલ વીડિયો મળ્યો. આ વીડિયોના શીર્ષકનો અલ જઝીરાનો અનુવાદ નીચે મુજબ છે - આશ્ચર્ય અને.. નુસાયરાતમાં શરણાર્થી શિબિર પાસે.. કબજે કરનાર સૈન્યના બોમ્બ હુમલામાં ચમત્કારિક રીતે બચી ગયેલી છોકરી.

રીલ વીડિયોના શીર્ષકનો અનુવાદ –

unnamed (1).png

અમારી વધુ તપાસમાં અમને એક યુટ્યુબ યુઝર દ્વારા પણ આજ વીડિયો 22 જુલાઈ, 2024 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ઘાયલ થયેલી બાળકીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ બાંગ્લાદેશમો નહીં પરંતુ ઈઝરાયલ અને ફિલીસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં બચી ગયેલી બાળકીનો છે. આ વીડિયોને બાંગ્લાદેશની હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો તાજેતરમાં બાંગ્લાદેશમાં થયેલી હિંસામાં ઘાયલ થયેલી બાળકીના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય...

Written By: Vikas Vyas

Result: False