પંચમહાલના શહેરાના આગના વિડિયોને સુરતના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં લગ્નની જાન જતી જોઈ શકાય છે અને જાનમાં ઘોડાની બગી પણ છે અને જોત-જોતામાં આ બગીમાં આગ લાગી જાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વરઘોડાની જાનમાં આગ લાગવાની આ ઘટના સુરત શહેરમાં બનવા પામી છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો પંચમહાલના શહેરાના હોળી ચકલા વિસ્તારમાં બનવા પામી હતી. સુરતમાં દુર્ઘટના બની હોવાની વાત તદ્દન ખોટી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

ABP Asmita નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 ડિસેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વરઘોડાની જાનમાં આગ લાગવાની આ ઘટના સુરત શહેરમાં બનવા પામી છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને દિવ્યભાસ્કરનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ જ વિડિયો શેર કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યુ હતુ કે, “પંચમહાલના શહેરામાં લગ્નના વરઘોડામાં બગીમાં ભીષણ આગ ફાટી નીકળી, વરરાજા અને જાનૈયાઓમાં અફરાતફરી મચી ગઇ.” 

દિવ્યભાસ્કર | સંગ્રહ 

તેમજ આ જ અહેવાલમાં જ બગીના ચાલક અકરમભાઈનું નિવેદન પ્રકાશિત કરવામાં આવ્યુ હતુ. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “સોમવારે સાંજે 7 વાગે શહેરામાં વરઘોડો નીકળ્યો ત્યારે ફટાકડા ફોડતાં સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી. બગી આગની ઝપેટમાં આવી ત્યારે વરરાજા પણ અંદર બેઠેલા હતા. જો કે, ત્યાં હાજર તેમના સ્ટાફની સમયસૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. વરઘોડો હોવાથી બગીની આસપાસ નાના બાળકો પણ હતા જેમનો ચમત્કારિક બચાવ થયો હતો. ઘટનાને પગલે ત્યાં થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી.”  

દિવ્યભાસ્કર | સંગ્રહ

તેમજ આ અમે અમારી પડતાલને મજબૂત કરવા અમે શહેરા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ એમ ગામીતનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ ઘટના પંચમહાલના શહેરામાં જ બનવા પામી હતી. સુરતનો હોવાની વાત તદ્દન ખોટી છે. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હોવાનું પણ જણાવવામાં આવ્યુ હતુ.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો પંચમહાલના શહેરાના હોળી ચકલા વિસ્તારમાં બનવા પામી હતી. સુરતમાં દુર્ઘટના બની હોવાની વાત તદ્દન ખોટી છે.

Avatar

Title:પંચમહાલના શહેરાના આગના વિડિયોને સુરતના નામે વાયરલ કરવામાં આવી રહ્યો…

Fact Check By: Yogesh Karia 

Result: False