ગરબા રમતા પુરૂષોનો આ વીડિયો પાટણના સિદ્ધપુરનો નહીં પરંતુ જામનગરની 331 વર્ષ જુની જલાની જાર ગરબીનો છે.

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં પુરૂષોને એક રાઉન્ડમાં ગરબા રમતા જોઈ શકાય છે. જેમાં તમામ પુરૂષોએ ધોતી અને કુરતા પહેરેલા જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ગરબા રમતા પુરૂષોનો વીડિયો પાટણના સિદ્ધપુરનો છે. જ્યા પંડિતો દ્વારા ધોતી અને કુર્તો પહેરીની ગરબા રમવામાં આવે છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 01 જૂલાઈ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ ગરબા રમતા પુરૂષોનો વીડિયો પાટણના સિદ્ધપુરનો છે. જ્યા પંડિતો દ્વારા ધોતી અને કુર્તો પહેરીની ગરબા રમવામાં આવે છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે વીડિયોને ધ્યાનથી જોતા અમને જાણવા મળ્યુ હતુ કે, આ વીડિયોની અંદર એક બ્લેક બોર્ડ છે જેમાં “જલાની જાર ગરબી મંડળ” લખેલુ જોવા મળે છે. જે તમે નીચે જોઈ શકો છો.

જે ક્લુના આધારે અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને “જલાની જાર ગરબી મંડળ” નામની યુટ્યુબ ચેનલ પ્રાપ્ત થઈ હતી, જેમાં આ જ પ્રકારના વીડિયો હતા. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “૩૦૦ વર્ષ થી પણ જૂની જલાની જાર ગરબી મંડળ- જામનગર…….” જેના વીડિયો તમે નીચે જોઈ શકો છો.
તેમજ વધુ સર્ચ કરતા અમને ન્યુઝ 18 ગુજરાતીનો વર્ષ 2021નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “આ શેર ગરબા જામનગરમાં છે જેને જલાની જારના ગરબા તરીકે ઓળખવામાં આવે છે. આ ગરબા છેલ્લા 329 વર્ષથી યોજાય છે. એટલું જ નહીં આ ગરબા કોઈ વાજીંત્રો વગર માત્ર નોબતના તાલે પુરૂષો ગરબા ગાતા ગાતા રમે છે.” જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ આ ગરબી મંડળમાં ગરબા રમતા કશ્યપ વ્યાસના યુવાનનો અમે સંપર્ક સાધ્યો હતો. જેણે અમને જણાવ્યુ હતુ કે, “આ વીડિયો જામનગરની જલાની જાર ગરબી મંડળનો છે. સિદ્ધપુરનો હોવાની વાત તદ્દન ખોટી છે. આ ગરબી 300 વર્ષથી પણ જુની છે. અહીંયા કોઈ મ્યુઝિક સીસ્ટમ નથી, માત્ર નોબતના તાલે પુરૂષો ગરબા ગાતા-ગાતા રમે છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો પાટણના સિદ્ધપુરનો નહીં પરંતુ જામનગરની જલાની જાર ગરબીનો છે. જે 300 વર્ષ જુની ગરબી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:જામનગરની પુરૂષોની ગરબીનો વીડિયો સિદ્ધપુરના નામે વાયરલ.. જાણો શું છે સત્ય….
Written By: Frany KariaResult: Missing Context
