હૈદરાબાદના પોલીસ એકશનના વીડિયોને વડોદરાના નામે ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો વડોદરાનો નહીં પરંતુ હૈદરાબાદનો ગત વર્ષનો છે.

હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં હેલ્મેટ અને બુલેટપ્રુફ જેકેટ પહેરેલા કેટલાક પોલીસકર્મીઓ કેટલાક યુવકોને લઈ જઈ રહ્યા છે. આ દરમિયાન તેઓ તેમને લાઠીઓથી મારતા પણ જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રામનવમી પર વડોદરામાં પથ્થરમારો કરનારા પર પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવ્યો.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Gujju Jokes નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 02 એપ્રિલ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રામનવમી પર વડોદરામાં પથ્થરમારો કરનારા પર પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવ્યો.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે વીડિયોને ધ્યાનથી જોયો તો વીડિયોમાં એક જગ્યાએ પોલીસ વાહનની નંબર પ્લેટ દેખાઈ રહી છે. તેના પર લખેલ નંબર “TS 09 43912” છે. જે અંગે શોધ કરવા પર જાણવા મળ્યું કે, આ નંબર હૈદરાબાદનો છે.

તેમજ વીડિયોમાં અમે એક બેનર પર “Shaffaf” લખેલું જોયું. શોધ કરવા પર, તે જાણવામાં આવ્યું કે તે એક પેકેજ્ડ પીવાના પાણીની બ્રાન્ડ છે જેની ઓફિસ હૈદરાબાદના શાલીબંદામાં આવેલી છે.

આ ક્લુને લઈ અમને તે જ વિડીયો પ્રાપ્ત થયો હતો. જે ગયા વર્ષે ઓનલાઇન શેર કરવામાં આવ્યો હતો. NDTV દ્વારા તેમના ટ્વિટર પર આ જ વીડિયોની શેર કરવામાં આવ્યો હતો.

આ અહેવાલ મુજબ, હૈદરાબાદ પોલીસે 25 ઓગસ્ટ 2022 ના રોજ હૈદરાબાદના શાલીબંદા ખાતે પ્રોફેટ મોહમ્મદ પર કરવામાં આવેલા નિવેદન પર સસ્પેન્ડ કરાયેલા બીજેપી નેતા ટી રાજા સિંહની કથિત ટિપ્પણીને લઈને એકઠા થયેલા દેખાવકારોને રોકવા માટે બળનો ઉપયોગ કર્યો હતો.

અમને આ ઘટના અંગે અનેક સમાચાર મળ્યા. સિયાસતના અહેવાલ મુજબ, હૈદરાબાદ પોલીસ 25 ઓગસ્ટ 2022ના રોજ ઘણા ઘરોમાં ઘૂસી ગઈ હતી અને શાલીબંદા અને તેની આસપાસના મુસ્લિમ યુવાનોને ખેંચી ગઈ હતી કારણ કે સસ્પેન્ડ કરાયેલા ભાજપના ધારાસભ્યના વિરોધમાં પયગંબર મોહમ્મદ પરની તેમની અપમાનજનક ટિપ્પણીઓને કારણે વિરોધ થયો હતો.

પોલીસની વાત સાંભળવા તૈયાર ન હતા અને તેઓ ગમે ત્યાંથી શાલીબંદા પહોંચવાનો પ્રયાસ કરતા વિરોધીઓ દ્વારા ભારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અહેવાલમાં જણાવાયું હતુ કે, પોલીસે ત્યારબાદ પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જનો આશરો લીધો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, હૈદરાબાદનો એક જૂનો વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. વડોદરામાં થયેલા પથ્થરમારા સાથે તેને કોઈ લેવા-દેવા નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:હૈદરાબાદના પોલીસ એકશનના વીડિયોને વડોદરાના નામે ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False