તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતાઓ સાથે ચાની ચુસકી લઈ રહેલા કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ તાજેતરમાં ભાજપના નેતાઓ સાથે ચાની સુસકી લીધી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભાજપના નેતાઓ સાથે ચાની ચુસકી લઈ રહેલા કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2022 માં જ્યારે વિધાનસભાની ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ હતો તે સમયનો છે. આ વીડિયોને 2024 ની લોકસભાની ચૂંટણી કે હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 8 એપ્રિલ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, બે દિવસ પેલા જવતલ ની વાતું કરતો આ પરેશ ધાનાણી પરષોત્તમ રૂપાલા સાથે ચાઈ પે ચર્ચા કરવા માટે રાજકોટ પોચી ગિયા સે . પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ તાજેતરમાં ભાજપના નેતાઓ સાથે ચાની સુસકી લીધી તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર ન્યૂઝ18 ગુજરાતી દ્વારા 29 નવેમ્બર, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, પરેશ ધાનાણીએ ભાજપ કાર્યાલય પહોંચીને ચાની ચુસકી લીધી.

Archive

અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. gujarattak.in | gujarati.news18.com

અમારી વધુ તપાસમાં અમને આજ માહિતી સાથેના વધુ એક સમાચાર rajkotmirrornews.com દ્વારા 29 નવેમ્બર, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

પરેશ ધાનાણી દ્વારા પણ આજ ફોટો અને વીડિયો સાથેની ટ્વિટ 29 નવેમ્બર, 2022 ના રોજ કરવામાં આવી હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભાજપના નેતાઓ સાથે ચાની ચુસકી લઈ રહેલા કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2022 માં જ્યારે વિધાનસભાની ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ હતો તે સમયનો છે. આ વીડિયોને 2024 ની લોકસભાની ચૂંટણી કે હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો ભાજપના નેતાઓ સાથે ચાની ચુસકી લઈ રહેલા કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય...

Fact Check By: Vikas Vyas

Result: Missing Context