શું ખરેખર અમરેલીની વાડી વિસ્તારમાં દિપડો ઘુસ્યો તેના સીસીટીવી છે….? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

ABP Asmita નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. અમરેલીઃ ઘરમાં ઘૂસી આવ્યો દીપડો, કૂતરા પર કર્યો હુમલો ને…, જુઓ વીડિયો શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 221 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 8 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, અમરેલી વાડી વિસ્તારમાં ઘરમા દિપડો ઘુસ્યો અને શ્વાન પર હુમલો કર્યો હતો. 

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. પરંતુ તેમાં પોસ્ટમાં શેર કરવામાં આવેલી માહિતી અંગેની કોઈ જાણકારી પ્રાપ્ત થઈ ન હતી. 

ત્યારબાદ અમે ગૂગલ પર “leopard attacks dog” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, આ વિડિયો તો મહારાષ્ટ્રના નાસિકનો છે. ગુજરાતનો નથી. જેના ઘરમાં આ બનાવ બન્યો છે તેણે અલગ-અલગ એન્ગલના સીસીટીવી યુટ્યુબ પર મુક્યા છે. નાસિકના દિયોલાલી કેન્ટમાં આવેલી રેણુકા માતા હાઉસિંગ સોસાયટીમાં દિપક બાલકાવાડેના ઘરમાં આ ઘટના બનવા પામી હતી. જે બંને સીસીટીવી આપ નીચે જોઈ શકો છો. 

ARCHIVE

ARCHIVE

ત્યારબાદ આ સીસીટીવીમાં દેખાઈ રહેલી કારના નંબરના આધારે અમે આ કાર ક્યાની છે તે તપાસ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, આ કાર નાસિકની જ છે અને ધવલ વિપુલ ખતિવાલાના નામે રજીસ્ટર છે. 

ત્યારબાદ જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા પણ આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યુ હતુ. જેમાં પણ આ વિડિયો નાસિકનો જ હોવાનું જણાવવામાં આવ્યુ છે. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

HINDUSTAN TIMES | ARCHIVE

ત્યારબાદ અમે અમરેલી ફોરેસ્ટ ઓફિસનો સંપર્ક સાધ્યો હતો અને આ સીસીટીવી અંગે પુછતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે કોઈ દિપડો ઘરમા ઘુસ્યો હોય અને શ્વાન પર હુમલો કર્યો હોવાની કોઈ ફરિયાદ હાલમાં તેમની પાસે આવી નથી.”

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે જે વિડિયો શેર કરવામાં આવ્યો છે તે વિડિયો અમરેલીનો નહિં પરંતુ નાસિકનો છે. જેના ઘરમા દિપડો ઘુસ્યો હતો તેણે પોતે અલગ-અલગ એંગલના સીસીટીવી યટ્યુબ પર મુક્યા છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે જે વિડિયો શેર કરવામાં આવ્યો છે તે વિડિયો અમરેલીનો નહિં પરંતુ નાસિકનો છે. જેના ઘરમા દિપડો ઘુસ્યો હતો તેણે પોતે અલગ-અલગ એંગલના સીસીટીવી યટ્યુબ પર મુક્યા છે. 

Avatar

Title:શું ખરેખર અમરેલીની વાડી વિસ્તારમાં દિપડો ઘુસ્યો તેના સીસીટીવી છે….? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False