
હાલમાં સોશિયલ મિડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં ટ્રાફિકના નવા નિયમો ના દંડની રકમ જણાવેલી છે અને જુના દંડની રકમ કરતા 30 ગણો વધારો કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સરકાર દ્વારા હાલમાં આ પ્રકારના નવા ટ્રાફિકના નિયમો અમલમાં મુકવામાં આવ્યા છે અને તેમા 30 ટકાનો ભાવ વધારો કરવામાં આવ્યો.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા નિયમો હાલમાં રાજ્ય સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યા નથી. આ નિયમો કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2019માં લાગુ કરવામાં આવ્યા હતા. જેમાં ફેરફાર કરીને રાજ્ય સરકાર દ્વારા આ નિમયો નવેમ્બર 2019થી ગુજરાતમાં લાગુ કરવામાં આવ્યા હતા.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Mahendra Khakhla નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 06 માર્ચ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સરકાર દ્વારા હાલમાં આ પ્રકારના નવા ટ્રાફિકના નિયમો અમલમાં મુકવામાં આવ્યા છે અને તેમા 30 ટકાનો ભાવ વધારો કરવામાં આવ્યો.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલી સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર સર્ચ કરતા અમને આ જ પોસ્ટ સપ્ટેમ્બર 2021માં પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.
https://www.facebook.com/groups/putmetouchwithahmedabad/posts/1072551773281628/?__tn__=%2CO*F
આ પરથી એ તો સાબિત થયુ કે હાલમાં આ નિયમ લાગુ કરવામાં આવ્યા નથી. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ સપ્ટેમ્બર 2019ના મોટર વ્હિકલ એક્ટ 2019 લાગુ કરવા જણાવ્યુ હતુ. જેમાં રાજ્ય સરકારને ફેરફાર કરવાની છુટ આપવામાં આવી હતી.
જેમાં ફેરફાર કરીને ગુજરાત સરકાર દ્વારા પણ આ નિયમ વર્ષ 2019ના સપ્ટેમ્બર મહિનામાં લાગુ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અમે બીબીસી ગુજરાતીનો 11 સપ્ટેમ્બર 2019નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “ગુજરાતની રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર દ્વારા સૂચવવામાં આવેલાં દંડની જોગવાઈઓને ઘટાડીને લાગુ કરી છે.”

તેમજ વીટીવી દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા નિયમો અંગે વિસ્તૃત માહતી આપવામાં આવી હતી. જે તમે વીટીવીના આર્ટિકલની લિંકમાં ક્લિક કરી વાંચી શકો છો.
તેમજ અમે આરટીઓ ઓફિસર ઝાંખરાનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ નિયમો ગુજરાતમાં હાલમાં લાગુ કરવામાં આવ્યા નથી, આ નિયમો વર્ષ 2019માં કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યા. જેમાં ફેરફાર કરી અને ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યા હતા.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા નિયમો હાલમાં રાજ્ય સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યા નથી. આ નિયમો કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2019માં લાગુ કરવામાં આવ્યા હતા. જેમાં ફેરફાર કરીને રાજ્ય સરકાર દ્વારા આ નિમયો નવેમ્બર 2019થી ગુજરાતમાં લાગુ કરવામાં આવ્યા હતા.

Title:શું ખરેખર હાલમાં સરકાર દ્વારા નવા ટ્રાફિક નિયમો લાગુ કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: Missing Context
