તાજેતરમાં સોશિયલ મીડિયા પર શિવાજી મહારાજની તૂટી ગયેલી પ્રતિમાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ગુજરાતમાં ભારે વરસાદને કારણે શિવાજી મહારાજની પ્રતિમા તૂટી ગઈ તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં શિવાજી મહારાજની તૂટી ગયેલી પ્રતિમાનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ ગુજરાતનો નહીં પરંતુ મહારાષ્ટ્રના સિંધુદુર્ગના રાજકોટ કિલ્લામાં બનેલી શિવાજી મહારાજની પ્રતિમાનો છે. આ ફોટોને ગુજરાત સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 27 ઓગષ્ટ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, *गुजरात में तेज बारिश और तेज आंधी के चलते आज 'छत्रपति शिवाजी महाराज' की प्रतिमा आज ढह गई️* 🌧️🌧️🌧️⛈️🌧️🌧️🌧️. *जो 4 दिसंबर, 2023 को उद्घाटन की गई थी❗* *Heavy Rainfall in Gujarat,Ahmedabad.* *उद्घाटन में कौन कौन नज़र आ रहे हैं*. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ગુજરાતમાં ભારે વરસાદને કારણે શિવાજી મહારાજની પ્રતિમા તૂટી ગઈ તેનો આ ફોટો છે.

download.png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેના સમાચાર 26 ઓગસ્ટ, 2024 ના રોજ આજ તક (આર્કાઇવ)ની વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવ્યા હતા. અહીં આપણે વીડિયોમાં જોવા મળેલી તૂટેલી મૂર્તિની તસવીરો જોઈ શકીએ છીએ. આ સમાચાર મુજબ મહારાષ્ટ્રના સિંધુદુર્ગના રાજકોટ કિલ્લામાં શિવાજીની પ્રતિમા પડી ગઈ હતી. ગયા વર્ષે 4 ડિસેમ્બર, 2023 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લામાં ભારે પવન અને વરસાદ પડી રહ્યો હતો. જે દરમિયાન 35 ફૂટ ઉંચી પ્રતિમા પડી હતી. આ ઘટના કેવી રીતે બની તેનું ચોક્કસ કારણ નિષ્ણાંતો શોધી કાઢશે. તમે સમાચારમાં શેર કરેલી પ્રતિમાના અનાવરણની તસવીર પણ જોઈ શકો છો.

unnamed.png

અમારી વધુ તપાસમાં અમને 28 ઓગસ્ટ, 2024 ના રોજ ન્યૂઝ 18 (આર્કાઇવ) ના YouTube પર અપલોડ કરેલા સમાન સમાચાર સાથે સંબંધિત વીડિઓ અહેવાલ જોયો. આ સાથે કેપ્શનમાં લખ્યું છે કે, छत्रपति शिवाजी की मूर्ति गिरने के केस में FIR | Eknath Shinde. એવું લખ્યું હતું. રિપોર્ટમાં જણાવવામાં આવી રહ્યું છે કે, મહારાષ્ટ્રના સીએમએ શિવાજી મહારાજની પ્રતિમાને તૂટવાનું કારણ તેજ પવનને ગણાવ્યો છે. આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતાં તેમણે કહ્યું કે, નેવીએ આ પ્રતિમા બનાવી છે. PWD નેવીના અધિકારીઓ ઘટનાની તપાસ કરવા જશે.

ઉપરોક્ત આજ ફોટા, વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પાર્પત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. livehindustan.com | bhaskar.com | tv9hindi.com

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં શિવાજી મહારાજની તૂટી ગયેલી પ્રતિમાનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ ગુજરાતનો નહીં પરંતુ મહારાષ્ટ્રના સિંધુદુર્ગના રાજકોટ કિલ્લામાં બનેલી શિવાજી મહારાજની પ્રતિમાનો છે. આ ફોટોને ગુજરાત સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો શિવાજી મહારાજની તૂટી ગયેલી પ્રતિમાના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય...

Fact Check By: Vikas Vyas

Result: Missing Context