
Patel Rajendra નામના ફેસબુક યુઝર દ્વારા 6 ડિસેમ્બર,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, લક્ષ ચંડી પ્રસંગ ઉંઝા ઉમિયા માતાજી ની પ્રસાદી ની ઝલક. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો ઊંઝા ખાતે 18 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર, 2019 દરમિયાન યોજાનારા લક્ષચંડી મહાયજ્ઞ માટે બની રહેલી પ્રસાદીનો છે. આ પોસ્ટને 91 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 2 લોકો દ્વારા પોતાના મત રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ 269 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી.સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ઊંઝા ખાતે યોજાનાર લક્ષચંડી મહાયજ્ઞ માટે બનાવવામાં વેલી લાડુની પ્રસાદીનો છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે આ વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, 0.11 મિનિટથી 0.20 મિનિટ વચ્ચે એવું બોલવામાં આવે છે કે, 28 નવેમ્બરથી 2 ડિસેમ્બર વચ્ચે યોજાનાર 18 મી શતાબ્દી ઉમિયા માતાના રજત જયંતિ પ્રસંગે જમણવારમાં પીરસવાના લાડુ. જ્યારે ઊંઝા ખાતે જે લક્ષચંડી મહાયજ્ઞ યોજાવાનો છે તેનો સમયગાળો 18 ડિસેમ્બર, 2019 થી 22 ડિસેમ્બર, 2019 નો છે. જે તમે નીચેના ફોટોમાં જોઈ શકો છો.

વધુમાં અમને ઊંઝા ખાતે 18 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર, 2019 સુધી યોજાનાર લક્ષચંડી મહાયજ્ઞના LIVE GUJARAT NEWS દ્વારા 14 નવેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને એ જાણવા મળ્યું હતું કે, ઊંઝા ખાતે 18 મી શતાબ્દી રજત જયંતિ મહોત્સવ નિમિત્તે વર્ષ 2009 માં 28 નવેમ્બરથી 2 ડિસેમ્બર વચ્ચે સહસ્ત્રચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. એ સમયે પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વાયરલ થયો હતો અને ત્યારે ભાવિક ભક્તો માટે ઊંઝાના જીમખાના ગ્રાઉન્ડ ખાતે આ પ્રકારે પ્રસાદી માટે લાડુ બનાવવામાં આવ્યા હતા. એવું અમને કેટલાક પાટીદાર અગ્રણીઓ તેમજ સ્થાનિકો દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું. ઊંઝામાં વર્ષ 2009 માં સહસ્ત્રચંડી મહાયજ્ઞ યોજાયો હતો. તેની માહિતી તમે અહીં જોઈ શકો છો. Akila | Archive | Rakheval | Archive
આ સંપૂર્ણ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, ઉપરોક્ત પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ઊંઝા ખાતે યોજાનાર લક્ષચંડી મહાયજ્ઞ માટે તૈયાર કરવામાં આવેલી પ્રસાદીનો નહીં પરંતુ વર્ષ 2009 માં ઊંઝા ખાતે 28 નવેમ્બરથી 2 ડિસેમ્બર વચ્ચે યોજાયેલ સહસ્ત્રચંડી મહાયજ્ઞનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ઊંઝા ખાતે યોજાનાર લક્ષચંડી મહાયજ્ઞ માટે તૈયાર કરવામાં આવેલી પ્રસાદીનો નહીં પરંતુ વર્ષ 2009 માં ઊંઝા ખાતે 28 નવેમ્બરથી 2 ડિસેમ્બર વચ્ચે યોજાયેલ સહસ્ત્રચંડી મહાયજ્ઞનો છે..
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર આ વીડિયો ઊંઝા ખાતે યોજાનાર લક્ષચંડી મહાયજ્ઞ માટે બનાવવામાં આવેલી પ્રસાદીનો છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
