વાયરલ વીડિયો 2021 ની એક ઘટનાનો છે, જેમાં જેરૂસલેમ દિવસના વિરોધ દરમિયાન ઇઝરાઇલી ધ્વજ સળગાવવા દરમિયાન એક ઇરાની વ્યક્તિના કપડામાં આગ લાગી હતી.

ઇઝરાયેલ-હમાસના ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઇઝરાયલનો ધ્વજ સળગાવતી વખતે એક પ્રદર્શન કારીના કપડામાં અકસ્માતે આગ લાગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પેલેસ્ટિનિયન વ્યક્તિ ઇઝરાયલી ધ્વજને આગ લગાડતી વખતે બળી ગયો હતો.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 ઓક્ટોબર 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પેલેસ્ટિનિયન વ્યક્તિ ઇઝરાયલી ધ્વજને આગ લગાડતી વખતે બળી ગયો હતો.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને 9 મે 2021ના અલ અરેબિયા નામના ન્યૂઝ પોર્ટલ દ્વારા તેમના ઓફિશિયલ એકાઉન્ટ પર કરવામાં આવેલી ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જે ટ્વિટ મુજબ, “વીડિયોમાં જોવા મળેલી ઘટના ઈરાનમાં અલ-કુદસ ડે ઈવેન્ટ દરમિયાન બની હતી.

Archive

તેમજ વધુ સર્ચ કરતા અમને ઈરાની પત્રકાર મસીહ અલીનેજાદે પણ તે સમયે આ વીડિયો શેર કર્યો હતો અને લખ્યું હતું કે, “ઈસ્લામિક રિપબ્લિકમાં સત્તાવાળાઓએ ઈઝરાયલી ધ્વજને બાળવાનો પ્રયાસ કર્યો, જેમ કે તેઓ સામાન્ય રીતે કરે છે. પરંતુ આ વખતે, કર્મ તેમને મળ્યું અને તેઓ પોતાની જાતને બાળી નાખ્યા. દરમિયાન, શાસનથી વિપરીત, સામાન્ય ઈરાનીઓ વધુને વધુ ઇઝરાયેલ અને અમેરિકન ધ્વજને બાળવા અથવા ચાલવાનો ઇનકાર કરે છે.

Archive

તેમજ વધુ સર્ચ કરતા અમને જેરૂસલેમ પોસ્ટ, ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ અને ઈરાન ઈન્ટરનેશનલના દ્વારા આ ઘટના ઈરાનમાં બની હોવાની માહિતી આપી હતી. ટાઈમ્સ ઓફ ઈઝરાયેલે તેના અહેવાલમાં જણાવ્યું છે કે આ ઘટનામાં જેના કપડામાં આગ લાગી તે ઈરાની હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ વીડિયો 2021 ની એક ઘટનાનો છે, જેમાં જેરૂસલેમ દિવસના વિરોધ દરમિયાન ઇઝરાઇલી ધ્વજ સળગાવવા દરમિયાન એક ઇરાની વ્યક્તિના કપડામાં આગ લાગી હતી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Fake News: જૂના વીડિયોને હાલમાં ચાલી રહેલા યુદ્ધ દરમિયાનનો ગણાવી શેર કરવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય…

Written By: Frany Karia

Result: False