કોર્પોરેશનની બેદરકારીનો આ કિસ્સો વર્ષ 2018નો છે, હાલમાં આ પ્રકારે વિર્સજન કરીને ગણપતિનું અપમાન કરવામાં આવ્યુ હોવાની વાત તદ્દન ખોટી છે.

હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ફોટોમાં જોવા મળે છે કે, કચરાની ઈન્દોર નગર નિગમની ગાડીમાં ગણપતિની મુર્તિઓ જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં ઈન્દોર નગર નિગમ દ્વારા કચરાની ગાડીમાં ગણપતિને લઈ જઈ અપમાન કરવામાં આવ્યુ.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Bhavesh Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 સપ્ટેમ્બર 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હાલમાં ઈન્દોર નગર નિગમ દ્વારા કચરાની ગાડીમાં ગણપતિને લઈ જઈ અપમાન કરવામાં આવ્યુ.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને Bhopal Samachar વેબસાઈટ પર 25 સપ્ટેમ્બર 2018ના પ્રસારિત એખ અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ જ ફોટો પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

Bhopal Samachar | Archive

તેમજ વધુ સર્ચ કરતા અમને પત્રિકા દ્વારા પ્રસારિત 25 સપ્ટેમ્બર 2018નો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “ગણેશ વિસર્જનને લઈને મહાનગરપાલિકાની વ્યવસ્થા નિષ્ફળ ગઈ એટલું જ નહીં પણ બેદરકારીના કારણે ભગવાન ગણેશનું પણ અપમાન થયું. શહેરના રહીશોએ ગજાનનની મૂર્તિઓ વિસર્જન માટે મહાનગરપાલિકાને આદરપૂર્વક સોંપી હતી. કોર્પોરેશને પૂરા સન્માન સાથે વિસર્જન કરવાનો દાવો પણ કર્યો હતો, પરંતુ વાસ્તવિકતા બિલકુલ વિપરીત હતી.

Patrika | Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ પ્રકારની ઘટના વર્ષ 2018માં બનવા પામી હતી, આ ફોટો પણ વર્ષ 2018નો જ છે. હાલમાં આ ઘટના બની હોવાની વાત તદ્દન ખોટી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:ગણપતિની મુર્તિના જૂના ફોટોને હાલના ગણાવી વાયરલ કરવામાં આવી રહ્યા.. જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: Missing Context