
ફેક્ટ ક્રેસેન્ડો ગુજરાતીના વોટ્સએપ નંબર 7990015736 પર એક પાઠક દ્વારા “1000 rupees coin… recently launched by RBI… Pls Share to All !!! ” લખાણ સાથે એક ફોટો મોકલવામાં આવ્યો હતો. આ ફોટોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, RBI દ્વારા 1000 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો. પાઠક દ્વારા અમને આ માહિતી સાચી છે કે નહીં એ જણાવવાનું કહેવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

ફેસબુક પર પણ આ મેસેજ વાયરલ થઈ રહ્યો છે જે તમે નીચે જોઈ શકો છો.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર RBI દ્વારા 1000 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ www.rbi.org.in પર 1000 ના સિક્કા વિશે શોધખોળ હાથ ધરી હતી. પરંતુ આ વેબસાઈટ પર અમને ક્યાંય પણ આ અંગેની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
અમારી વધુ તપાસમાં en.numista.com નામની વેબસાઈટ પર અમને 1000 રૂપિયાના આ સિક્કા વિશેની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, તમિલનાડુના તાંજાવુર ખાતે આવેલા બૃહદેશ્વર મંદિરને વર્ષ 2010 માં 1000 વર્ષ પૂર્ણ થતાં તેના સ્મૃતિચિહ્ન રૂપે આ સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો. પરંતુ આ સિક્કો બજારમાં ચલણ માટે ઉપયોગમાં લેવામાં આવ્યો ન હતો. જે તમે નીચે જોઈ શકો છો.

અમારી વધુ તપાસમાં અમને ABP Live સમાચાર ચેનલ દ્વારા પણ 1000 ના સિક્કાની હકીકત શું છે? એ દર્શાવતો એક વાયરલ સચનો વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં પણ એજ માહિતી આપવામાં આવી હતી કે, આ સિક્કો વર્ષ 2010 માં બૃહદેશ્વર મંદિરને 1000 વર્ષ પૂર્ણ થતાં તેના સ્મૃતિચિહ્ન તરીકે બહાર પાડવામાં આવ્યો હતો.
વધુમાં patrika.com દ્વારા પણ આ દાવાનું ખંડન કરવામાં આવ્યું હતું.
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે અમદાવાદ ખાતે RBI ની શાખાનો સંપર્ક કરતાં ફરજ પરના અધિકારી દ્વારા અમને જણાવવામાં આવ્યું હતું કે, “RBI દ્વારા તાજેતરમાં આ પ્રકારે 1000 નો સિક્કો બહાર પાડવામાં નથી આવ્યો. આ માહિતી કેટલાક વર્ષો પહેલા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.”
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ RBI દ્વારા હાલમાં આ પ્રકારે 1000 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં નથી આવ્યો. આ સિક્કો વર્ષ 2010 માં બૃહદેશ્વર મંદિરને 1000 વર્ષ પૂર્ણ થતાં તેના સ્મૃતિચિહ્ન તરીકે બહાર પાડવામાં આવ્યો હતો. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ RBI દ્વારા હાલમાં આ પ્રકારે 1000 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં નથી આવ્યો. આ સિક્કો વર્ષ 2010 માં બૃહદેશ્વર મંદિરને 1000 વર્ષ પૂર્ણ થતાં તેના સ્મૃતિચિહ્ન તરીકે બહાર પાડવામાં આવ્યો હતો.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર RBI દ્વારા 1000 રૂપિયાનો નવો સિક્કો બહાર પાડવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
