પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલનો ચૂંટણી જીત્યા બાદનો નથી, પરંતુ 9 મહિના જુનો રામનવમીના તહેવાર દરમિયાનનો છે.

તેલંગાણાના ગોશામહલ મતવિસ્તારના બીજેપી ધારાસભ્ય ટી રાજા સિંહે તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં સીટ મેળવી લીધી છે. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, “રાજા સિંહ તેમની ત્રીજી જીત પ્રાપ્ત કર્યા પછી એક વિશાળ જાહેર સભા દરમિયાન 'વાંધાજનક' ભાષણ આપ્યુ હતુ.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Shailesh Hadia Ahir નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 03 ડિસેમ્બર 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રાજા સિંહ તેમની ત્રીજી જીત પ્રાપ્ત કર્યા પછી એક વિશાળ જાહેર સભા દરમિયાન 'વાંધાજનક' ભાષણ આપ્યુ હતુ.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને 1 એપ્રિલ, 2023ના રોજ યુટ્યુબ પર વાયરલ વીડિયોનું લાંબુ વર્ઝન મળ્યુ હતુ. જેમાં જણાવવામાં આવ્યુ હતુ, આ વીડિયો રામ નવમી નિમિત્તે ટી રાજા દ્વારા આયોજિત શોભાયાત્રાનો છે. અન્ય યુટ્યુબ વીડીયોમાં તેનો ઉલ્લેખ આ વર્ષની રામ નવમી તરીકે પણ કરવામાં આવ્યો છે.

31મી માર્ચના રોજ ધ ફ્રી પ્રેસ જર્નલના અન્ય અહેવાલમાં આ વીડિયોનો સ્ક્રીનશોટ શેર કરવામાં આવ્યો હતો, જેમાં એવી માહિતી આપવામાં આવી છે કે, ભાજપના સસ્પેન્ડેડ વિધાનસભ્ય રાજાએ હૈદરાબાદમાં રામ નવમીના અવસર પર રેલીનું આયોજન કર્યું છે. રેલી દરમિયાન, તેણે એક મસ્જિદની બહાર તેના કાફલાને રોક્યો અને લઘુમતીઓ વિશે અભદ્ર નિવેદનો સહિત વાંધાજનક ટિપ્પણી કરી. ધ ક્વિન્ટના અહેવાલ મુજબ, કેટલાક લોકો આ રેલીમાં નાથુરામ ગોડસેનો ફોટો પણ લઈને આવ્યા હતા.

ધ પ્રિન્ટ રિપોર્ટ વાયરલ વીડિયોના એક ભાગને હાઇલાઇટ કરે છે જ્યાં રાજા સિંહ તેમના પુત્રને સ્ટેજ પર લાવે છે અને ઉલ્લેખ કરે છે કે તેમનો પુત્ર તેમના પછી હિન્દુત્વનો વારસો ચાલુ રાખશે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલનો ચૂંટણી જીત્યા બાદનો નથી, પરંતુ 9 મહિના જુનો રામનવમીના તહેવાર દરમિયાનનો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:તેલગંણાના ધારાસભ્ય ટીરાજાનો જુનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ. જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: Missing Context