શું ખરેખર સ્મૃતિ ઈરાની દ્વારા ચિન્મયાનંદને પ્રણામ કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

‎‎‎‎Bhavik Amin ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 15 ડિસેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મિત્રો..મારી પોસ્ટ ગપગોળા નથી હોતી…જૂવો બળાત્કારના મામલે સંસદમાં ઉછળતી સ્મૃતિ ઇરાની સંસદ બહાર બળાત્કારી ચિન્મયાનંદ સાથે શું કરી રહી છે?. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, સંસદની બહાર સ્મૃતિ ઇરાની બળાત્કારી ચિન્મયાનંદને પ્રણામ કરી રહ્યા છે. આ પોસ્ટને 193 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 9 લોકો દ્વારા પોતાના મત રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ 75 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર સંસદની બહાર સ્મૃતિ ઈરાની ચિન્મયાનંદને પ્રણામ કરી રહ્યા છે કે કેમ? એ જાણવા સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને ઘણા બધા પરિણામો પ્રાપ્ત થયા હતા. જેમાં અમને lokmatnews.in દ્વારા 18 ડિસેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, મહિલા કોંગ્રેસ સચિવ ઈન્દ્રાણી મિશ્રા દ્વારા પૂર્વ પદ્મ ભૂષણ સાંસદ હુકુમદેવ નારાયણ યાદવને પ્રણામ કરતો સ્મૃતિ ઈરાનીનો એક ફોટો તેમના ટ્વિટર પર શેર કર્યો હતો અને તેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, સ્મૃતિ ઈરાની રેપ ગુરુ ચિન્મયાનંદ આગળ માથુ ઝુકાવી રહ્યા છે. પરંતુ આ અહેવાલમાં એ સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી કે, સ્મૃતિ ઈરાની જે વ્યક્તિને પ્રણામ કરી રહ્યા છે એ ચિન્મયાનંદ નહીં પરંતુ પૂર્વ પદ્મ ભૂષણ સાંસદ હુકુમદેવ નારાયણ યાદવ છે. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

Archive

અમારી આગળની તપાસમાં અમને ઉપરોક્ત ફોટોમાં સ્મૃતિ ઈરાની જે વ્યક્તિને પ્રણામ કરી રહ્યા છે એ ચિન્મયાનંદ નહીં પરંતુ પૂર્વ પદ્મ ભૂષણ સાંસદ હુકુમદેવ નારાયણ યાદવ છે એ સાબિત કરતા વધુ એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો.

news4nation.com | Archive

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને સ્મૃતિ ઈરાની દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર 17 ડિસેમ્બર, 2019 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ એજ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, “તેઓ જે વ્યક્તિને પ્રણામ કરી રહ્યા છે એ ચિન્મયાનંદ નહીં પરંતુ પૂર્વ પદ્મ ભૂષણ સાંસદ હુકુમદેવ નારાયણ યાદવ છે. જેઓ 1960 થા દેશની સેવામાં સમર્પિત છે. દલિત સમાજ તેમજ ગરીબોના કલ્યાણ માટે હુકુમદેવજીએ અભૂતપૂર્વ કામ કર્યું છે. મારા પ્રણામ તેઓએ સ્વીકાર કર્યા એ મારું સદભાગ્ય છે.”

Archive

અમારી વધુ તપાસમાં અમે ગુગલનો સહારો લઈને હુકુમદેવ નારાયણ યાદવ અને ચિન્મયાનંદના ફોટોને એકબીજા સાથે સરખાવીને જોયા તો અમને એ માલૂમ પડ્યું હતું કે, પોસ્ટના ફોટોમાં જે વ્યક્તિ નજરે પડી રહ્યા છે એ ચિન્મયાનંદ નહીં પરંતુ પૂર્વ પદ્મ ભૂષણ સાંસદ હુકુમદેવ નારાયણ યાદવ છે. જેની સરખામણી તમે નીચે જોઈ શકો છો.

હવે એ પણ જાણવું જરૂરી હતું કે, હુકુમદેવ પર કોઈ આરોપ કે કેસ છે કે નહીં? તેથી અમે http://myneta.info/ પર જઈને હુકુમદેવ નારાયણ યાદવ વિશેની માહિતી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, તેમના પર કોઈ પણ પ્રકારનો કોઈ જ આરોપ કે કેસ નથી. આ માહિતી અમને બિહારની મુખ્ય ચૂંટણી અધિકારીની વેબસાઈટ પર અમને તેમના દ્વારા જમા કરવામાં આવેલા સોગંધનામામાં પણ જોવા મળી હતી. 

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટોમાં સ્મૃતિ ઈરાની જે વ્યક્તિને પ્રણામ કરી રહ્યા છે એ ચિન્મયાનંદ નહીં પરંતુ પૂર્વ પદ્મ ભૂષણ સાંસદ હુકુમદેવ નારાયણ યાદવ છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટોમાં સ્મૃતિ ઈરાની જે વ્યક્તિને પ્રણામ કરી રહ્યા છે એ ચિન્મયાનંદ નહીં પરંતુ પૂર્વ પદ્મ ભૂષણ સાંસદ હુકુમદેવ નારાયણ યાદવ છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર સ્મૃતિ ઈરાની દ્વારા ચિન્મયાનંદને પ્રણામ કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False