શિવસેના દ્વારા વિજય સર્ઘષમાં પાકિસ્તાનના ઝંડા ફરકાવવામાં નથી આવ્યા… જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

આ વીડિયોમાં દેખાતો લીલા કલરનો ધ્વજ પાકિસ્તાનો ધ્વજ નથી, આ ઇસ્લામિક ધ્વજ છે. આ બંને ધ્વજ પ્રકૃતિમાં સરખા નથી. પાકિસ્તાની ધ્વજ પર સફેદ પટ્ટી છે, જ્યારે આ ધ્વજમાં તે નથી.

લોકસભાની ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના દ્વારા સામાન્ય માણસના ધાર્યા કરતા ખૂબ સારૂ પ્રદર્શન કર્યુ હતુ આ જ વચ્ચે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ લીલા કલરનો ઝંડો ફરકાવી રહ્યો છે. જે વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઉદ્ધવ ઠાકરેની શિવસેના દ્વારા લોકસભાની ચૂંટણીના વિજય સર્ધષ દરમિયાન પાકિસ્તાનના ઝંડા ફરકાવ્યા.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 06 જૂન 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ઉદ્ધવ ઠાકરેની શિવસેના દ્વારા લોકસભાની ચૂંટણીના વિજય સર્ધષ દરમિયાન પાકિસ્તાનના ઝંડા ફરકાવ્યા.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

વાયરલ વિડિયોમાં લીલા ધ્વજને નજીકથી જોવામાં એક અર્ધચંદ્રાકાર ચંદ્ર, એક મોટો પાંચ-પોઇન્ટેડ તારો અને ઘણા નાના પાંચ-પોઇન્ટેડ તારાઓ દેખાય છે. 

વધુ શોધ કરતાં જાણવા મળ્યું કે વીડિયોમાં જે લીલો ઝંડો દેખાય છે તે ઈસ્લામિક ધ્વજ છે. 

Flipkart

પાકિસ્તાન એમ્બેસીની વેબસાઇટ અનુસાર, પાકિસ્તાનનો રાષ્ટ્રીય ધ્વજ સફેદ વર્ટિકલ પટ્ટા સાથે ઘેરો લીલો રંગનો છે, એક સફેદ અર્ધચંદ્રાકાર અને મધ્યમાં પાંચ-પોઇન્ટેડ સ્ટાર છે. પરંતુ, આ જગ્યાએ આ નાના તારાઓનો ક્યાંય ઉલ્લેખ નથી.  

Pakistan Embassy

નીચે આપેલા તુલનાત્મક ફોટા જોઈને, તમે ઈસ્લામિક અને પાકિસ્તાની ધ્વજ વચ્ચેનો તફાવત જોશો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વીડિયોમાં દેખાતો લીલા કલરનો ધ્વજ પાકિસ્તાનો ધ્વજ નથી, આ ઇસ્લામિક ધ્વજ છે. આ બંને ધ્વજ પ્રકૃતિમાં સરખા નથી. પાકિસ્તાની ધ્વજ પર સફેદ પટ્ટી છે, જ્યારે આ ધ્વજમાં તે નથી. આ વીડિયો ભ્રામક દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શિવસેના દ્વારા વિજય સર્ઘષમાં પાકિસ્તાનના ઝંડા ફરકાવવામાં નથી આવ્યા… જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False