આ વીડિયો હાલનો નહીં પરંતુ સાવલિયા શેઠ મંદિરનો સપ્ટેમ્બર 2023નો છે. હાલનો રામ મંદિરનો હોવાની વાત તદ્દન ખોટી છે.

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, મહિલા દ્વારા દાન પેટીમાં ઘણી મોટી રકમ દાનમાં નખવામાં આવી રહી છે. જે વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મહિલા દ્વારા દાન પેટમાં દાન ધરાવતા હોવાનો આ વીડિયો હાલમાં રામ મંદિરનો છે.”

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 03 ફેબ્રુઆરી 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મહિલા દ્વારા દાન પેટમાં દાન ધરાવતા હોવાનો આ વીડિયો હાલમાં રામ મંદિરનો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને સાવરિયા શેઠના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ જ વીડિયો 11 સપ્ટેમ્બર 2023ના અપલોડ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ.

જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “આજે એક મહિલાએ ભાડસોડા સાવરિયા જીની તિજોરીમાં 10 લાખનું દાન આપ્યું, જય હો સંવારે શ્યામ સુંદર કી”

આ વીડિયો રાજસ્થાનના કૃષ્ણ મંદિરના સાવરિયા સેઠમાં લેવામાં આવ્યો છે. અયોધ્યા રામ મંદિરના બિલ કલેક્શનના પહેલા દિવસે ફરતો વીડિયો ખરેખર આ મંદિરમાં શૂટ થયો હોવાનું સામે આવ્યું છે.

આમ, આ વીડિયો અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનના ચાર મહિના પહેલા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હોવાની પુષ્ટિ થઈ હતી. આ વીડિયો રાજસ્થાનના મંદિરમાં શૂટ થયો હોવાની પણ પુષ્ટિ થઈ છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વીડિયો હાલનો નહીં પરંતુ સાવલિયા શેઠ મંદિરનો સપ્ટેમ્બર 2023નો છે. હાલનો રામ મંદિરનો હોવાની વાત તદ્દન ખોટી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:સાવરિયા શેઠના જૂના વીડિયોને હાલનો રામ મંદિરનો ગણાવી શેર કરવામાં આવી રહ્યો... જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: False