
મારૂ નામ વિકાસ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘બાબા સાહેબ આંબેડકર ના પૌત્ર દ્વારા USA માં મોદી ને શુ કીધું જુઓ, અને શેયર કરજો..લોકો ને ખબર પડે સચ્ચાઈ’ લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 42 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, તેમજ 35 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો અમેરિકાનો છે.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામ પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં શેર કરવામાં આવેલા વિડિયો વિશે માહિતી પ્રાપ્ત થઈ ન હતી. ત્યારબાદ વિડિયોને ધ્યાનતી જોતા અમને જાણવા મળ્યુ હતુ કે, રવિદાસિયા કોમ્યુનિટી દ્વારા આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેથી અમે ગૂગલ પર ‘amrit bani ravidassia community protest against modi government’ લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં પણ અમને ક્યાંય પણ પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો પ્રાપ્ત થયો ન હતો તેમજ તે અંગેની કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે જૂદા-જૂદા કિવર્ડ થી યુ-ટ્યુબ પર સર્ચ કરતા અમને આ વિરોધ પ્રદર્શનનો સંપૂર્ણ વિડિયો પ્રાપ્ત થયો હતો. KANSHI TV નામના યુ ટ્યુબ યુઝર દ્વારા તારીખ 19 ઓગસ્ટ 2019ના 1 કલાક 40 મિનિટનો આ વિડિયો અપલોડ કર્યો હતો. જેના શીર્ષકમાં ?LIVE .RAVIDASSIA COMMUNITY PROTEST IN LONDON લખ્યુ હતુ. જેનું ગુજરાતીમાં અનુવાદ થાય રવિદાસિયા કોમ્યુનિટી દ્વારા લંડનમાં ધરણા કરવામાં આવ્યા તેનું જીવંત પ્રસારણ. આ વિડિયો સંપૂર્ણ વિડિયો તમે નીચે જોઈ શકો છો.
તેમજ NEWSCLICK નામની વેબસાઈટ દ્વારા આ વિરોધ પ્રદર્શનનો સંપૂર્ણ અહેવાલ પણ પ્રસારિત કર્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

આમ, ઉપરોક્ત પડતાલમાં સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો અમેરિકાનો નહીં પરંતુ લંડનનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો અમેરિકાનો નહીં પરંતુ લંડનનો છે.

Title:શું ખરેખર પોસ્ટમાં શેર કરવામાં આવેલો વિડિયો અમેરિકાનો છે…..?જાણો શું છે સત્ય…..
Fact Check By: Yogesh KariaResult: False
