
તાજેતરમાં સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી EVM ને પ્રણામ કરી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ ફોટોશોપની મદદથી એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
ભાજપ નો વિકાસ ગાંડો થયો છે નામના ફેસબુક પેજ દ્વારા 11 નવેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, બધી તમારી લીલા છે પ્રભુ… તમે ન હોત તો અમારું શું થાત ! આ પોસ્ટમાં મૂકવામાં આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી EVM ને પ્રણામ કરી રહ્યા છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને headlineenglish.com દ્વારા 28 મે, 2020 ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફોટો સાથે પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, વીર સાવરકરની 137 મી જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર શ્રદ્ધાંજલિ આપી હતી.
વધુમાં અમને અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આજ ફોટો સાથે પ્રસારિત કરવામાં આવેલા પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. indiapost.com | sentinelassam.com
નીચે તમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો અને ઓરિજીનલ ફોટો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો એક મજાક સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફોટોને ફોટોશોપની મદદથી એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ફોટોશોપ કરેલો ફોટો વાયરલ… જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: Satire
