
કારૂ લેપટોપ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટમાં શેર કરવામાં આવી હતી. “વાહ ક્યા સીન હૈ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 465 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 36 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 104 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મોદી અને ટ્રમ્પના ફોટો સાથે મોદીની પત્ની જશોદાબેનનો ફોટો પણ મુકવામાં આવ્યો છે.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ટ્રમ્પને આવકારવા આગ્રા અને અમદાવાદમાં લગાડવામાં આવેલા પોસ્ટરો પ્રાપ્ત થયા હતા. જેમાં ક્યાંય પણ જશોદાબેનનો ફોટો લગાડવવામાં આવ્યો ન હતો. જે તમે નીચે જોઈ શકો છો.
સત્યહિન્દી નામની વેબસાઈટ દ્વારા પ્રસારિત અહેવાલમાં પણ આગ્રામાં લગાવવામાં આવેલા પોસ્ટરનો ફોટો લગાડવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ જશોદાબેનનો આ ફોટો ક્યાંથી લેવામાં આવ્યો તે જાણવા અમે જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઇકોનોમિક ટાઈમ્સનો વર્ષ 2015નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે ફોટો અને બેનરનો ફોટો એક જ હોવાનું દેખાઈ રહ્યુ છે. જે તમે નીચે જોઈ શકો છો.
ઓરિજનલ ફોટો અને ફેક ફોટો બંને વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો. જેમાં સ્પષ્ટ દેખાઈ છે કે, જશોદાબેનનો ફોટો પાછળથી એડિટ કરવામાં આવી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે.
પરિણામ
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટમાં મુક્વામાં આવેલા ફોટોમાં જશોદાબેનના ફોટો પાછળથી એડિટ કરવામાં આવ્યો છે. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા આ પ્રકારે ફોટો શેર કરવામાં આવી રહ્યો છે.
Title:મોદી અને ટ્રમ્પના ફોટો સાથે જશોદાબેનનો ફોટો એડિટ કરી વાયરલ કરવામાં આવી રહ્યો, જાણો શું છે સત્ય..
Fact Check By: Yogesh KariaResult: False


