Kranti Kari Soch ‎નામના ફેસબુક યુઝર દ્વારા 31 મે, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, ?ओवैसी ने UN को लिखा पत्र कहा कि भारत में मुस्लिम safe नहीं.!
?UN से आया जवाब 56मुस्लिम country हैं जहां safe हो वहां चले जाओ.!!. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 740 લોકોએ લાઈક કરી હતી. 45 લોકો દ્વારા પોસ્ટ પર પ્રતિભાવ આપવામાં આવ્યા હતા. તેમજ 246 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હોવાથી અમે અમારી તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Photo Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર ઓવૈસી દ્વારા પત્ર લખીને UN માં આ પ્રકારે કહેવામાં આવ્યું હશે એ વાત માન્યામાં આવતી ન હોવાથી પોસ્ટની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌ પ્રથમ ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલી માહિતીને ગુગલનો સહારો લઈ Owaisi wrote letter to UN સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.co.in-2019.06.22-19-51-53.png

Archive

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં શેર કરવામાં આવેલી માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે યુટ્યુબનો સહારો લીધો હતો અને Owaisi wrote letter to UN સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.youtube.com-2019.06.22-19-56-35.png

Archive

ઉપરના પરિણામોમાં પણ અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. અમારી વધુ તપાસમાં અમને ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા 16 જૂન, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં ઓવૈસીએ એવું કહીને UN ના માનવાધિકાર ઉલ્લંઘન રિપોર્ટનો વિરોધ કર્યો હતો કે, ભારતની આંતરિક બાબતોમાં દખલ કરવાનો UN ને કોઈ જ અધિકાર નથી. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-timesofindia.indiatimes.com-2019.06.22-20-13-21.png

Archive

વધુમાં અમને ઓવૈસી અને UN ને લગતા વધુ બે સમાચાર પ્રાપ્ત થયા હતા. આ બંને સમાચારોમાં પણ ક્યાંય પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની માહિતી જોવા મળતી ન હતી. આ બંને સમાચાર તમે નીચે જોઈ શકો છો.

Economic TimesHindustan Times
ArchiveArchive

અમારી વધુ તપાસમાં અમને આજ તક દ્વારા 7 ઓક્ટોબર, 2015 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા જેમાં ઓવૈસીએ નહીં પરંતુ આઝમખાન દ્વારા દાદરીકાંડના સંદર્ભમાં UN ને પત્ર લખવામાં આવ્યા હોવાની માહિતી હતી. આઝમખાને પત્રમાં RSS પર આરોપ લગાવતાં એવું લખ્યું હતું કે, તે ભારતમાં મુસલમાનોના જનસંહારની સાજીશ રચી રહ્યું છે. આ સમગ્ર સમાચાર તમે નીચે જોઈ શકો છો.

screenshot-aajtak.intoday.in-2019.06.22-20-36-58.png

Archive

અમારી વધુ તપાસમાં અમને અસસુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નું ઓફિશિયલ ફેસબુક એકાઉન્ટ પ્રાપ્ત થયું હતું. તેનું ધ્યાનથી નિરીક્ષણ કરતાં અમને 8 જાન્યુઆરી, 2019 ના રોજ કરવામાં આવેલી એક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જે પોસ્ટમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાને ખોટો હોવાની માહિતી આપવામાં આવી હતી. તેમજ અલ્ટ ન્યૂઝ દ્વારા કરવામાં આવેલા ફેક્ટ ચેકની પણ માહિતી આપવામાં આવી હતી. આ માહિતીને તમે નીચે જોઈ શકો છો.

Facebook | Archive

ઉપરની માહિતી પરથી એ સ્પષ્ટ થઈ જાય છે કે, AIMIM પાર્ટીના નેતા અસદુદ્દીન ઓવૈસીએ પોસ્ટમાં દર્શાવ્યા પ્રમાણે આ પ્રકારે UN ને કોઈ પત્ર લખ્યો હોય એવું ક્યાંય સાબિત થતું નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો સંપૂર્ણપણે ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, અસદુદ્દીન ઓવૈસીએ UN ને ક્યારેય એવો પત્ર નથી લખ્યો કે, હિન્દુસ્તાનમાં મુસ્લિમ સુરક્ષિત નથી. અને UN એ પણ એવો જવાબ નથી આપ્યો કે, દુનિયામાં 56 મુસ્લિમ દેશો છે તો તમને યોગ્ય લાગે ત્યાં ચાલ્યા જાઓ.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર અસદુદ્દીન ઓવૈસીએ UN ને પત્ર લખીને એવું કહ્યું કે, હિન્દુસ્તાનમાં મુસ્લિમ સુરક્ષિત નથી...? જાણો સત્ય...

Fact Check By: Dhiraj Vyas

Result: False