તાજેતરમાં બિપોરજોય વાવાઝોડાનું સંકટ આવી રહ્યું છે. ત્યારે સોશિયલ મીડિયા પર આ ઘટના અંગેના ઘણા બધા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક વીડિયો એવો વાયરલ થઈ રહ્યો છે કે, જેમાં વાવાઝોડાને કારણે ઘમી બધી જગ્યાએ ભારે નુકશાન થયું હતું. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રાજસ્થાન ખાતે આવેલા ભયંકર વાવાઝોડાને લીધે થયેલા નુકશાનના આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યા છે એ તાજેતરમાં રાજસ્થાન ખાતે બનેલી ઘટનાના નહીં પરંતુ વર્ષ 2019 માં આવેલા ભયંકર ફેની વાવાઝોડાને લીધે ઓડિશા ખાતે થયેલા નુકશાનના છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Darshan YouTube નામના ફેસબુક યુઝર દ્વારા 15 જૂન, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, રાજસ્થાનમાં જબરજસ્ત તોફાનના દ્રશ્યો આવ્યા સામે... પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રાજસ્થાન ખાતે આવેલા ભયંકર વાવાઝોડાને લીધે થયેલા નુકશાનના આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ ગુગલનો સહારો લઈ જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર Webdunia Hindi દ્વારા તેના સત્તાવાર યુટ્યુબ પર 3 મે, 2019 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, ઓડિશા ખાતે આવેલા ભયંકર ફેની તોફાનને કારણે સમગ્ર રાજ્યમાં ભારે નુકશાન થયું હતું તેનો આ વીડિયો છે.

આજ વીડિયો અને માહિતી સાથેના સમાચાર અમને અન્ય કેટલીક જગ્યાએ પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. IBC24 | YOYO TV Channel | The Economic Times

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યા છે એ તાજેતરમાં રાજસ્થાન ખાતે બનેલી ઘટનાના નહીં પરંતુ વર્ષ 2019 માં આવેલા ભયંકર ફેની વાવાઝોડાને લીધે ઓડિશા ખાતે થયેલા નુકશાનના છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો તાજેતરમાં રાજસ્થાનમાં આવેલા ભયંકર તોફાનના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

Written By: Vikas Vyas

Result: False