શું ખરેખર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાલના અમેરિકા પ્રવાસ દરમિયાનનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

સપ્ટેમ્બર મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના અમેરિકાના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ તેમજ તેમની અમેરિકાના રાષ્ટ્રપતિની મુલાકાતને લઈ ઘણી પોસ્ટ સોશિયલ મિડિયામાં શેર કરવામાં આવી રહી છે. 

આ પૃષ્ઠભૂમિ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા એક સ્ટેડિયમ હજારોની જન મેદની જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાલની અમેરિકાની મુલાકાત દરમિયાનનો આ વિડિયો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાલના અમેરિકાના પ્રવાસ દરમિયાનનો નહિં પરંતુ વર્ષ 2019ના “હાઉડી મોદી” કાર્યક્રમ દરમિયાનનો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Vala Chaudhary Official નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 સપ્ટેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાલની અમેરિકાની મુલાકાત દરમિયાનનો આ વિડિયો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમના સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને પીએમઓ ઈન્ડિયા નામની યુટ્યુબ ચેનલ પર આ વિડિયો પ્રાપ્ત થયો હતો. 2019માં અમેરિકામાં યોજાયેલ ‘Howdy Modi’ કાર્યક્રમના વિડિયોનો ભાગ હોવાનું જાણવા મળ્યુ હતુ. આ વિડિઓમાં 1 કલાક અને 42 મિનિટ બાદ નરેન્દ્ર મોદીની એન્ટ્રી થાય છે. આ કાર્યક્રમના વિડિયોમાં અને સોશ્યલ મિડિયા પર વાયરલ થઈ રહેલા વિડિયોના દ્રશ્યો જોઈ શકાય છે. 

The Free Press Journal નામની યુટ્યુબ ચેનલ પર પણ સપ્ટેમ્બર 2019ના આ વિડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાલના અમેરિકાના પ્રવાસ દરમિયાનનો નહિં પરંતુ વર્ષ 2019ના “હાઉડી મોદી” કાર્યક્રમ દરમિયાનનો છે.

Avatar

Title:શું ખરેખર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાલના અમેરિકા પ્રવાસ દરમિયાનનો વિડિયો છે…?

Fact Check By: Yogesh Karia 

Result: False