પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો જાન્યુઆરી 2021નો છે, હાલના આઝાદી કા અમૃત મહોત્સવ દરમિયાનનો નથી.

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં જુદી-જુદી રીતે ઉજવણી કરવામાં આવી હતી. તિરંગા યાત્રા, હર ઘર તિરંગા સહિતના અનેક કાર્યક્રમો સમગ્ર દેશમાં યોજાયા હતા. આ વચ્ચે સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે.
જેમાં ટ્રેકટર પર તિરંગો લગાવી સ્ટંટ કરી રહ્યો છે. જેમાં ટ્રેક્ટર પલ્ટી જાય છે. જ્યારે ચાલક ટ્રેક્ટર થી દૂર થઈ જાય છે અને ટ્રેક્ટર આપ મેળે દોડી રહ્યુ છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલનો આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કરવામાં આવેલી ઉજવણીનો છે..”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Gtv Gujarati News નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 ઓગસ્ટ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલનો આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કરવામાં આવેલી ઉજવણીનો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને આ જ વિડિયો ગ્લોબલ ભારત ન્યુઝ નામની યુટ્યુબ ચેનલ પર પ્રાપ્ત થયો હતો. જે 26 જાન્યુઆરી 2021ના અપલોડ કરવામાં આવ્યો હતો અને માહિતી આપવામાં આવી હતી કે, “મથુરામાં ડ્રાઇવર વગરના ટ્રેકટરથી દોડધામ, રેલીમાં જોડાયેલ ટ્રેક્ટર સ્ટંટ કરવા જતા પલટી ગયુ.” આ સંપૂર્ણ વિડિયો તમે નીચે જોઈ શકો છો.
તેમજ વધુ સર્ચ કરતા અમને એબીપી ન્યુઝ દ્વારા પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં પણ આ વિડિયો શેર કરવામાં આવ્યો હતો અને માહિતી આપવામાં આવી હતી કે, “ઉત્તર પ્રદેશના મથુરાનો આ વાયરલ વીડિયો જોઈને તમે ચોંકી જશો. વાસ્તવમાં કેટલાક ખેડૂતોએ 26 જાન્યુઆરીની કિસાન ટ્રેક્ટર માર્ચ પહેલા દિલ્હી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે તેઓ રસ્તામાં હતા, ત્યારે એક ખેડૂતે સ્ટંટ દ્વારા બતાવવાનું શરૂ કર્યું. સ્ટંટ નિષ્ફળ ગયો અને ડ્રાઈવર નીચે પડી ગયો. થોડી જ વારમાં ટ્રેક્ટર કોઈ ડ્રાઈવર વગર થોડું અંતર કાપવા આગળ વધ્યું.”
તેમજ વધુ સર્ચ કરતા અમને અમર ઉજાલા દ્વારા પ્રકાશિત કરવામાં આવેલો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં પણ આ જ માહિતી સાથે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. તેમજ ન્યુઝ18 દ્વારા પણ આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલનો નહિં પરંતુ વર્ષ જાન્યુઆરી 2021 દરમિયાનનો છે. હાલના આઝાદી કા અમૃત મહોત્સવ દરમિયાનનો વિડિયો નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:ટ્રેક્ટર પલ્ટી મારી ગયાનો વિડિયો હાલના આઝાદી કા અમૃત મહોત્સવ દરમિયાનનો નહિં પરંતુ વર્ષ 2021નો છે…
Fact Check By: Frany KariaResult: Missing Context
