
હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં અમુક વ્યક્તિ પોલીસના ગણવેશમાં જઈ રહ્યા છે અને એક વ્યક્તિ તેમનો વિડિયો ઉતારી રહ્યો છે અને તેમને પુછી રહ્યો છે કે, તમારી બેચ નેમ પ્લેટ ક્યાં છે. જ્યારે સામે રહેલ વ્યક્તિ જણાવી રહ્યા છે કે, તેમની નેમ પ્લેટ પડી ગઈ છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વિડિયોમાં જોવા મળતા વ્યક્તિ ભાજપાના ધારાસભ્ય અશોક ડોગરા છે. તેમણે નકલી પોલીસ બની અને ખેડૂતો પર લાઠી ચાર્જ કર્યો હતો.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, દિલ્હી પોલીસ અધિકારીના ગણવેશમાં રહેલી વ્યક્તિ કનૌટ પ્લેસના SHO વિનોદ નારંગ છે. અને સંઘના ગણવેશમાં રાજસ્થાનના ધારાસભ્ય અશોક ડોગરા છે. આમ, પોલીસના ગણવેશમાં અને સંઘના ગણવેશમાં રહેલ વ્યક્તિ બંને અલગ અલગ છે. બંનેના ફોટા જોડીને ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Manan Patel Patidar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 જાન્યુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વિડિયોમાં જોવા મળતા વ્યક્તિ ભાજપાના ધારાસભ્ય અશોક ડોગરા છે. તેમણે નકલી પોલીસ બની અને ખેડૂતો પર લાઠી ચાર્જ કર્યો હતો.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને વર્ષ 2019ની એક ફેસબુક પોસ્ટ મળી હતી. જેમાં આ વિડિયોનો સ્ક્રિનશોટ શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, ફોટોમાં દેખાતી વ્યક્તિને જેમની સાથે સરખાવવામાં આવી રહ્યા છે તે અશોક ડોગરા નથી. રાજસ્થાનના ભાજપાના ધારાસભ્ચ અશોક ડોગરાની લોકસભા સ્પિકર ઓમ બિરલા સાથેની જૂદી-જૂદી તસ્વીર તમે નીચે જોઈ શકો છો.

ત્યારબાદ અમારી પડતાલને મજબૂત કરવા અમે અશોક ડોગરાને શોધવા પ્રયત્ન કર્યો હતો. ત્યારે અમને જાણવા મળ્યુ હતુ કે, રાજસ્થાનના બુંદી મત વિસ્તારના અશોક ડોગરા ધારાસભ્ય છે. બિરલા સાથેના ઘણા ફોટા તેમના ફેસબુક પેજ પર ઉપલબ્ધ છે. દિલ્હી પોલીસનો ગણવેશ ધારણ કરનાર અધિકારી અને ધાસાસભ્ય અશોક ડોગરાની તુલના તમે નીચે જોઈ શકો છો.

ત્યારબાદ અમે દિલ્હી પોલીસના સાઉથ કેંપસના પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ સાથે ઉપરોક્ત પોસ્ટમાં દેખાતા વ્યક્તિ અંગે પુછતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, વિડિયોમાં દેખાતા વ્યક્તિ કનૌટ પ્લેસના SHO વિનોદ નારંગ છે.
ત્યારબાદ અમે કનૌટ પ્લેસના SHO વિનોદ નારંગનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, ઓમ બિરલા જોડે આરએસએસના ડ્રેસમાં તેઓ નથી. તેમજ પોલીસ ડ્રેસમાં જે વ્યક્તિ દેખાય છે તે પોતે જ હોવાનું જણાવ્યુ હતુ. તેમજ તેઓએ એ વાતની પણ પૃષ્ટી કરી હતી કે, તેઓનો RSS કે કોઈ પણ સંઘટન સાથે સબંધ નથી. તેમજ તેઓએ તેમની એક ફોટો પણ અમને મોકલાવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સ્પષ્ટ થાય છે કે, દિલ્હી પોલીસ અધિકારીના ગણવેશમાં રહેલી વ્યક્તિ કનૌટ પ્લેસના SHO વિનોદ નારંગ છે. અને સંઘના ગણવેશમાં રાજસ્થાનના ધારાસભ્ય અશોક ડોગરા છે. આમ, પોલીસના ગણવેશમાં અને સંઘના ગણવેશમાં રહેલ વ્યક્તિ બંને અલગ અલગ છે. બંનેના ફોટા જોડીને ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, દિલ્હી પોલીસ અધિકારીના ગણવેશમાં રહેલી વ્યક્તિ કનૌટ પ્લેસના SHO વિનોદ નારંગ છે. અને સંઘના ગણવેશમાં રાજસ્થાનના ધારાસભ્ય અશોક ડોગરા છે. આમ, પોલીસના ગણવેશમાં અને સંઘના ગણવેશમાં રહેલ વ્યક્તિ બંને અલગ અલગ છે. બંનેના ફોટા જોડીને ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે.

Title:શું ખરેખર પોલીસના ગણવેશમાં જોવા મળતા વ્યક્તિ BJPના ધારાસભ્ય છે…?
Fact Check By: Yogesh KariaResult: False
