
દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશની ચૂંટણી આ મહિને યોજાવા જઈ રહી છે. ત્યારે સોશિયલ મિડિયામાં અનેક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાંથી ખોટી પોસ્ટનું ફેક્ટ ચેકિંગ ફેક્ટક્રેસન્ડોની ગુજરાતી ટીમ દ્વારા કરવામાં આવ્યુ હતુ.
આ પૃષ્ટભુમિ વચ્ચે સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં એક મિટિંગ ચાલી રહી છે. જેમાં એક વ્યક્તિ અન્ય વ્યક્તિને ચંપ્પલ મારે છે. જેને લઈ ઝગડો થાય છે આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં ભાજપાની ચાલુ મિટિંગ દરમિયાન બે નેતા વચ્ચે આ ઝગડો થયો હતો.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, હાલમાં આ પ્રકારની ઘટના નથી બનવા પામી નથી, આ ઘટના વર્ષ 2019માં બનવા પામી હતી અને વર્ષ 2021માં હાઈકોર્ટ દ્વારા તત્કાલિન સાંસદ અને ધારાસભ્યને રાહત આપવામાં આવી હતી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 જાન્યુઆરી 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હાલમાં ભાજપાની ચાલુ મિટિંગ દરમિયાન બે નેતા વચ્ચે આ ઝગડો થયો હતો.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે પોસ્ટ યુટ્યુબ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઈન્ડિયા ટીવીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ ઘટનાનો વિડિયો પ્રાપ્ત થયો હતો. આ વિડિયો સાથે માહિતી આપવામાં આવી હતી કે, “ઉત્તર પ્રદેશમાં બીજેપીના ધારાસભ્ય શરદ તિપાઠી અને રાકેશ સિંહે આજે એકબીજા પર જૂતા વડે માર માર્યો હતો.”
તેમજ વધુ સર્ચ કરતા અમને 6 માર્ચ 2019ના એએનઆઈ દ્વારા પ્રસારિત ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “સંત કબીર નગર: એક પ્રોજેક્ટના શિલાન્યાસ પર નામો મૂકવા બાબતે વિવાદ ફાટી નીકળ્યા બાદ બીજેપી સાંસદ શરદ ત્રિપાઠી અને બીજેપી ધારાસભ્ય રાકેશ સિંહ વચ્ચે મારામારી થઈ.”
તે વખતના બીજેપી યુપીના અધ્યક્ષ દ્વારા આપવામાં આવેલા નિવેદનને ઈન્ડિયા ટુડે દ્વારા પ્રસારિત કરવામાં આવ્યુ હતુ, જેમા જણાવવામાં આવ્યુ હતુ કે, “ભાજપના રાજ્ય એકમે આ ‘નિંદનીય ઘટના’ની નોંધ લીધી છે. એક નિવેદન આપતાં, ભાજપના યુપી અધ્યક્ષ એમ એન પાંડેએ કહ્યું, “અમે આ નિંદનીય ઘટનાની સંજ્ઞાન લીધી છે અને બંનેને લખનઉ બોલાવવામાં આવ્યા છે. કડક શિસ્તભંગના પગલાં લેવામાં આવશે.”
તેમજ આ અંગે ગુનો દાખલ થયા બાદ તત્કાલિન સાંસદ અને ધારાસભ્યને વર્ષ 2021માં હાઈકોર્ટ તરફથી રાહત આપવામાં આવી હતી. જેનો વિશેષ અહેવાલ પણ હિન્દુસ્તાન ટાઈમ્સ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમા સાબિત થાય છે કે, હાલમાં આ પ્રકારની ઘટના નથી બનવા પામી નથી, આ ઘટના વર્ષ 2019માં બનવા પામી હતી અને વર્ષ 2021માં હાઈકોર્ટ દ્વારા તત્કાલિન સાંસદ અને ધારાસભ્યને રાહત આપવામાં આવી હતી.

Title:શું ખરેખર ઉત્તરપ્રદેશ ભાજપાની મિટિંગ દરમિયાન હાલમાં આ ઘટના બની છે…?
Fact Check By: Yogesh KariaResult: Missing Context
