
Prajapati Hareshkumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આખી દુનીયામા કોરોના અને ઈન્ડીયામા તીડ અને દુબઈ મા કાગડા કુદરત બરાબર ગુસ્સામા છે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 26 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 31 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો દુબઈમાં આવેલા મોલના પાર્કિગનો છે.”

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. વિડિઓની શરૂઆતમાં, એક ઇમારત MART તરીકેનું ચિહ્નિ દેખાય છે. જેના આધારે અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ્સની સાથે શોધ કરતા જાણવા મળ્યુ હતુ કે વિડિઓ દુબઈનો નથી.
આ વીડિયો અમેરિકાના ટેક્સાસના કાર્લટનનો છે. વિડિઓ 6 ડિસેમ્બર, 2016ના રોજ, એચ-માર્ટ મોલના પાર્કિંગમાં ઉતારવામાં આવ્યો હતો અને આ પક્ષીનું નામ બ્લેક બર્ડ્સ છે.
વિડિયો બનાવનાર મહિલાએ કહ્યું કે તે શોપિંગ મોલ માંથી બહાર નીકળ તો તેને પાર્કિંગમાં બધે બ્લેકબર્ડસ જોવા મળ્યા હતા. હજારો પક્ષીઓએ આખી જગ્યા અને આકાશને આવરી લીધું હતું. તે પોતાની જાતે કારમાં બેસી ગઈ અને વીડિયોને ઉતાર્યો હતો.
ત્યાર બાદ, ગૂગલ મેપ્સની મદદથી, અમે કાર્લટનમાં આવેલા એચ-માર્ટને શોધી કાઢ્યો હતો. જે તમે નીચે ગૂગલ મેપમાં જોઈ શકો છો, વિડિઓમાં આ જ સ્થાન છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો વર્ષ 2016નો અમેરિકાનો છે. હાલનો દુબઈનો હોવાની વાત તદ્દન અસત્ય છે.

Title:શું ખરેખર પાર્કિગમાં એકઠા થયેલા કાગડાઓનો આ વિડિયો દુબઈનો છે….? જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: False
