
યુપી વિધાનસભાની ચૂંટણી આવતા મહિને યોજવા જઈ રહી છે. ત્યારે હાલમાં સોશિયલ મિડિયામાં અનેક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જે માંથી ઘણી ખોટી પોસ્ટનું ગુજરાતી ફેક્ટક્રેસન્ડો દ્વારા ફેક્ટચેક કરવામાં આવ્યુ હતુ. હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ લાકડી લઈને એક વ્યક્તિને મારમારવા જઈ રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભાજપા નેતા દ્વારા હાલમાં દિવ્યાંગ વ્યક્તિને માર મારવામાં આવ્યો.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 2018નો છે. જે અંગે સંભલ પોલીસ દ્વારા ખુલાસો પણ કરવામાં આવ્યો છે. હાલમાં આ પ્રકારે કોઈ ઘટના બનવા પામી નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 જાન્યુઆરી 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભાજપા નેતા દ્વારા હાલમાં દિવ્યાંગ વ્યક્તિને માર મારવામાં આવ્યો.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ઓરિજનલ વિડિયોને શોધવા પ્રયત્ન કર્યો હતો. દરમિયાન અમને એબીપી ન્યુઝ દ્વારા 25 ડિસેમ્બર 2018ના તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પ્રસારિત કરવામાં આવેલો વિડિયો પ્રાપ્ત થયો હતો.
આ ક્લુને લઈ અમે ગૂગલ પર સર્ચ કરતા અમને એનડીટીવીનો 26 ડિસેમ્બર 2018નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “યુપીના સંભલ જિલ્લાનો એક વિડિયો સોશિયલ મિડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં બીજેપીનો એક નેતા એક દિવ્યાંગના મોંમાં લાકડી મારવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે. બીજેપી નેતા આવું એક વાર નહીં પણ વારંવાર કરતા જોવા મળે છે. કહેવામાં આવી રહ્યું છે કે પિડિત દિવ્યાંગ વારંવાર અખિલેશ યાદવને વોટ આપવાની વાત કરી રહ્યો હતો, જેના કારણે બીજેપી નેતાનો ગુસ્સો વધી રહ્યો હતો. નવાઈની વાત એ છે કે આ બધુ SDM ઓફિસની બહાર થઈ રહ્યું હતું.”

તેમજ આ અંગે વધુ સર્ચ તરતા અમને ભાજપા નેતા મોહમ્મદ મિયાંનો એક વિડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં મોહમ્મદ મિયાંએ આ અંગે સ્પષ્ટતા કરતા દાવો કર્યો હતો કે, “વાયરલ વિડિયોમાં દેખાતો વિકલાંગ વ્યક્તિ વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરૂદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરી રહ્યો હતો, ત્યાર બાદ તે પોતાની લાકડીથી વિકલાંગ વ્યક્તિને જ ડરાવતો હતો.”
તેમજ સંભલ પોલીસ દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર પરથી આ વિડિયો અંગે સ્પષ્ટતા કરતા જણાવવામાં આવ્યુ હતુ કે, “ઉપરોક્ત વિડિયો વર્ષ 2018નો છે. મહેરબાની કરીને આ વિડિયોને વર્તમાનનો જણાવીને ખોટો અને ભ્રામક પ્રચાર ન કરો, અન્યથા તમારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.”
તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે મોહમ્મદ મિયાંનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ ઘટના 2018ની છે. હાલમાં આ પ્રકારની કોઈ ઘટના બનવા પામી નથી. આ ઘટના અંગે જે-તે સમયે ફરિયાદ પણ નોધાઈ હતી. પરંતુ આ વ્યક્તિ દારૂ પી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરૂધ્ધ અપશબ્દ બોલી રહ્યા હતા. તેમજ તેઓ હાલમાં બીજેપીમાં જ જોડાયેલા હોવાનું જણાવ્યુ હતુ.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પરિણામ પરથી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 2018નો છે. જે અંગે સંભલ પોલીસ દ્વારા ખુલાસો પણ કરવામાં આવ્યો છે. હાલમાં આ પ્રકારે કોઈ ઘટના બનવા પામી નથી.

Title:શું ખરેખર ભાજપા નેતા દ્વારા દિવ્યાંગ વ્યક્તિને હાલમાં મારમારવામાં આવ્યો…?
Fact Check By: Yogesh KariaResult: Missing Context
