
ऐडवोकेट भुपतसिंह राजपुत નામના ફેસબુક યુઝર દ્વારા 9 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કંગના રણાવત કે સમર્થન મેં રાજસ્થાન સે 1000 ગાડી રવાના… મહારાષ્ટ્ર જવા માટે એ હૈ મેરા રાજપૂત સમાજ જય શ્રી મહાકાલ જય માતાજી. જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો કંગના રાનાવતના સમર્થન માટે રાજસ્થાનથી નીકળેલી કરણી સેનાની 1000 ગાડીઓના કાફલાના છે. આ પોસ્ટને 514 લોકોએ લાઈક કરી હતી. 79 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 51 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો કંગના રાનાવતના સમર્થન માટે રાજસ્થાનથી નીકળેલી કરણી સેનાની 1000 ગાડીઓના કાફલાના છે કે કેમ? એ જાણવા માટે અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને સર્ચ કરતાં અમને બંને ફોટોની નીચે મુજબની માહિતી પ્રાપ્ત થઈ હતી.
ફોટો નંબર 1

ઉપરોક્ત ફોટો અમને શ્રી રાજપૂત કરણી સેના ના ફેસબુક પેજ પર 22 ડિસેમ્બર, 2019 ના રોજ શેર કરવામાંન આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, કરણી સેનાનો આ ફોટો વર્ષ 2019 માં ગુજરાતમાં ગાંધીનગર ખાતે યોજાયેલી કરણી સેનાની મહારેલીનો છે.

ફોટો નંબર 2

પોસ્ટમાં મૂકવામાં આવેલો આ ફોટો Kranti Tiwari INC દ્વારા ટ્વિટર પર 22 મે, 2016 ના રોજ શેર કરવામાં આવ્યો હતો. આ ફોટો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ ફોટો રાજસ્થાનના લોકપ્રિય કોંગ્રેસ અધ્યક્ષ સચિન પાયલોટના કાફલાનો છે.
ત્યાર બાદ અમે ક્રાંતિ તિવારીનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “2016 માં સચિન પાયલોટ રાજસ્થાનના બાડમેર ખાતે ત્યાં વસતા આદિવાસીઓને મળવા આવ્યા હતા તે સમયનો આ ફોટો છે.”

ત્યારબાદ અમે જુદા જુદા કીવર્ડ સર્ચ કરતાં અમને બાડમેર કોંગ્રેસ નામનું ફેસબુક એકાઉન્ટ મળ્યું હતું. જેના પર વાયરલ થઈ રહેલો ફોટો 22 માર્ચ, 2016 ના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો. બાદમાં અમે આ ફેસબુક એકાઉન્ટ ચલાવતા મનોજ ગુર્જરનો સંપર્ક કર્યો હતો. તો તેમણે અમને જણાવ્યું હતું કે, “આ ફોટો તેઓએ જ ખીંચ્યો હતો.”
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, “આ ફોટો મેં જ લીધો હતો. 2016 માં સચિન પાયલોટ પી.સી.સી રાજસ્થાનના પ્રમુખ હતા અને તે બાડમેર જિલ્લામાં આવેલા ખલીફા કી બાવડી નામના ગામમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે આવ્યા હતા. તેમનો કાફલો આ રીતે જ નીકળતો હોય છે. 14 માર્ચ, 2016 નો આ ફોટો છે. મારી પાસે તે દિવસના બીજા પણ ફોટા છે. આ ફોટો મં જ લીધો હોવાથી હું ખૂબ સ્પષ્ટ રીતે કહી શકું છું કે આ ફોટોને કંગના રાનાવત કે કરણી સેના સાથે કોઈ જ સંબંધ નથી.”
મનોજ ગુર્જરે અમને એ દિવસના અન્ય ફોટો પણ મોકલ્યા હતા.

“કાફલામાં સૌથી આગળ ચાલી રહેલી ગાડી સચિન પાયલોટની છે” : મનોજ ગુર્જર
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા બંને ફોટો જૂના છે જેને કંગના રાનાવત પ્રકરણ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા બંને ફોટો જૂના છે જેને કંગના રાનાવત પ્રકરણ સાથે કોઈ જ સંબંધ નથી.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:ગાડીઓના કાફલાના જૂના ફોટો કંગના રાનાવતના સમર્થનમાં આવેલી કરણી સેનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
